Home /News /business /

RBI Monetary Policy: નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, આવતા વર્ષ માટે 10.5% ગ્રોથનું અનુમાન

RBI Monetary Policy: નીતિગત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, આવતા વર્ષ માટે 10.5% ગ્રોથનું અનુમાન

હોમ અને ઓટો લોન લેનારાને મોટી રાહત, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

હોમ અને ઓટો લોન લેનારાને મોટી રાહત, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

    નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટી (RBI MPC)ની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ કહ્યું કે, કમિટીએ વ્યાજ દરો બરકરાર રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે રેપો રેટ (Repo Rate) 4 ટકા અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) 3.35 ટકા પર છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીને લઈ પોતાનું વલણ નરમ રાખ્યું છે. અર્થશાસ્ત્રીઓને પણ આવી જ આશા હતી.

    રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત વધુ મજબૂત થયા છે. મહામારીની સંકટની સ્થિતિમાં પહોંચેલા મોટાભાગના સેક્ટર હવે સામાન્ય સ્તર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આવા સેક્ટરની સંખ્યા વધી છે. વેક્સીન રોલઆઉટ થયા બાદ આર્થિક વિકાસનું અનુમાન વધ્યું છે.

    આ પણ વાંચો, આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો

    આર્થિક વિકાસને સપોર્ટ કરવાની જરૂરિયાત

    રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022ના પહેલા છ મહિનામાં મોંઘવારી દરના અનુમાનને રિવાઇઝ કરી 5-5.2 ટકા કરી દીધું છે. પહેલા આ અનુમાન 4.6-5.2 ટકા પર હતું. RBI ગવર્નરે કહ્યું કે, મોંઘવારી દર 6 ટકાના ટોલરન્સ સ્તરથી નીચે આવી ગયું છે. આર્થિક વિકાસનું અનુમાન પહેલાથી સારું છે. એમપીસીનું માનવું છે કે હાલના સમયમાં ગ્રોથને સપોર્ટ કરવાની જરૂર છે.

    2022માં આર્થિક વિકાસનું અનુમાન 10.5 ટકા

    નાણાકીય વર્ષ 2022 માટે આર્થિક વિકાસ દરનું અનુમાન 10.5 ટકા લગાવવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે મોંઘવારી દરનું અનુમાન 5.8 ટકાથી રિવાઇઝ કરીને 5.2 ટકા કરવામાં આવ્યું છે. દાસે કહ્યું કે, બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પૂરી ક્ષમતાનો ઉપયોગ 63.3 ટકા સુધી સારો થયો છે. હાલના મહિનાઓમાં એફડીઆઇ અને વિદેશી સંસ્થાગત રોકાણમાં પણ વધારો થયો છે.

    આ પણ વાંચો, નાણા કમાવવાનો Formula: ઘરે બેઠા 30 હજાર રૂપિયા કમાવા છે તો શરૂ કરો આ બિઝનેસ

    હાલમાં 4 ટકા છે રેપો રેટ

    હાલમાં રિઝર્વ બેંકનો રેપો રેટ 4 ટકા છે, જે ઐતિહાસિક રીતે ઓછો છે. આ પહેલા છેલ્લી વાર આ દર 22 મે, 2020ના રોજ ઘટાડવામાં આવ્યો હતો. કોરોના વાયરસના કારણે આ ફેરફાર MPC બેઠક વગર જ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી RBIએ રેપો રેટમાં કુલ 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પબ્લિક ફાઇનાન્સ સુનીલ કુમાર સિન્હાએ કહ્યું કે આર્થિક વિકાસ વધુ જરૂરી છે. તેથી રેપો રેટ દર વધારવાની આશા નથી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Auto Loan, GDP, Indian economy, Repo rate, Reserve bank of india, Shaktikanta Das, આરબીઆઇ, હોમ લોન

    આગામી સમાચાર