Home /News /business /

RBI Policy April 2022: આરબીઆઈ મોનિટરી પૉલિસી કમિટીની બેઠક આજે, શું RBI રેપો રેટ વધારવાનો નિર્ણય કરશે?

RBI Policy April 2022: આરબીઆઈ મોનિટરી પૉલિસી કમિટીની બેઠક આજે, શું RBI રેપો રેટ વધારવાનો નિર્ણય કરશે?

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (ફાઇલ તસવીર)

RBI Policy meet April 2022: ગત 10મી ફેબ્રુઆરી, 2022ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) ત્રણ દિવસની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. શક્તિકાંત દાસે પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી.

વધુ જુઓ ...
  મુંબઇ. RBI Policy April 2022: રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટીની બેઠક (Monetary Policy Meet)નો આજે અંતિમ દિવસ છે. બસ થોડી જ કલાકોમાં માલુમ પડશે કે રિઝર્વ બેંક આજે રેપો રેટમાં વધારો કરે છે કે નહીં. નાણાકીય વર્ષ 2023ની આ પ્રથમ મોનિટરી પૉલિસી સમીક્ષા છે. આથી આજની નિર્ણય અર્થતંત્ર માટે મહત્ત્વનો રહેશે. આજે 10 વાગ્યે આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસ (RBI governor Shaktikanta Das) મોનિટરી પૉલિસી કમિટીના નિર્ણય અંગે વિસ્તારથી જણાવશે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે અમેરિકા સહિતના મોટા દેશોમાં કેન્દ્રીય બેંકોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. સવાલ એ છે કે શું આરબીઆઈ પણ વ્યાજદર (Policy rates) વધારવાનો નિર્ણય કરશે? ત્યાં સુધી કે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 2.50 ટકાનો વધારો કરીને 12.25 ટકા કર્યો છે.

  વ્યાજદરમાં વધારાની શક્યતા નહિવત


  નિષ્ણાતોનું કહેવું છે કે MPC આ વખતે વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે. મનીકંટ્રોલના સર્વેમાં સામેલ 12 અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે એમપીસી વ્યાજદરોને ચાર ટકા જ રાખશે. તેમના કહેવા પ્રમાણે ઝડપથી વધી રહેલી મોંઘવારીને પગલે રિઝર્વ બેંક ફુગાવાને લઈને પોતાનું અનુમાન વધારી શકે છે. કારણ કે ખાધ્ય તેલ, ઇંધણ, ફળો અને શાકભાજીના ભાવો ખૂબ વધી ગયા છે.

  મોંઘવારી હજુ વધશે


  14 માર્ચના રોજ આવેલી સીપીઆઈના ઇન્ફ્લેશન ડેટાથી માલુમ પડે છે કે જ રિટેલ મોંઘવારી દર 6.07 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં તે 6.01 ટકા હતો. અર્થશાસ્ત્રીઓએ મોંઘવારી દર વધાવાની આશંકા વ્યક્ત કરી છે. તેમનુ કહેવું છે કે 15 એપ્રિલના રોજ ફુગાવાનો ડેટા આવ્યા બાદ મોંઘવારીનો દર વધીને 6.5 ટકા પહોંચી જવાનો અંદાજ છે. આ સતત ત્રીજો મહિનો હશે, જ્યારે મોંઘવારીનો દર આરબીઆઈના અંદાજથી વધારે હશે. આરબીઈઆઈએ મોંઘવારીનો દર બે ટકાથી છ ટકાની રેન્જમાં નક્કી કર્યો છે.

  ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો


  બેંક ઑફ અમેરિકા સિક્યોરિટીઝે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, "10 ફેબ્રુઆરીએ એમપીસીના પરિણામો બાદ બ્રેંટ ક્રૂડની કિંમત 21 ટકા વધારે છે. ઘરેલૂ બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 6.5 ટકા વધી ગઈ છે. રસોઈ ગેસ છ ટકા સુધી મોંઘો થઈ ગયો છે. કોર્મશિયલ એલપીજીનો ભાવ 12.5 ટકા વધી ગયો છે. ખાદ્ય તેલનો ભાવ 12 ટકા વધી ગયો છે."

  10મી ફેબ્રુઆરીની બેઠક


  ગત 10મી ફેબ્રુઆરી, 2022ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) ત્રણ દિવસની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. શક્તિકાંત દાસે પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોનિટરી કમિટીના તમામ સભ્યોએ એકમત સાથે રેપો રેટ 4% યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

  આ સાથે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. રિવર્સ રેપો રેટ 2020થી 3.35 ટકા પર સ્થિર છે. 2020 પહેલા એક વર્ષમાં RBI મોનિટરી પૉલિસી કમિટીએ તેમાં 155 બેસિસ પોઈન્ટ એટલે કે 1.55 ટકાનો ઘટાડો કર્યો હતો. MSF રેટ અને બેંક રેટ પહેલાની જેમ 4.25 ટકા થયાવત રાખવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો: કાર કે સ્કૂટરમાં આગ લાગવાના કેસમાં વાહન વીમો કઈ રીતે મદદગાર થઈ શકે?

  શું છે રિવર્સ રેપો રેટ?


  રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ પાસે બેંકોની જમા રકમ પર વ્યાજ મળે છે. આ વ્યાજ આરબીઆઈ આપે છે. હકીકતમાં વધારે ફંડના કેસમાં બેંકો પોતાની પાસે રહેલી વધારાની રકમ આરબીઆઈમાં જમા કરાવે છે. આ જમા રકમ પર આરબીઆઈ વ્યાજ આપે છે. હાલ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

  રેપો રેટ એટલે શું?


  રેપો રેટ એ રેટ છે જેના પર બેંક આરબીઆઈ પાસેથી ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચૂકવે છે. બેંક પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે આરબીઆઈ પાસેથી ઉધાર રકમ લે છે. જેના પર તે બેંકને વ્યાજ ચૂકવે છે.

  આ પણ વાંચો: શું ફ્રીલાન્સિંગ આવક પર પણ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે?

  રેપો રેટ કે રિવર્સ રેપો રેટ વધે કે ઘટે તો તેની શું અસર થાય?


  1) રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.

  2) રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર