RBI Monetary Policy: વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં, સસ્તી EMI માટે વધુ રાહ જોવી પડશે

હાલમાં રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે, કેશ રિઝર્વ રેશિયો 3% અને બેંક રેટ 4.25% છે

હાલમાં રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે, કેશ રિઝર્વ રેશિયો 3% અને બેંક રેટ 4.25% છે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી (RBI Monetary Policy)ની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની ઘોષણા કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ બેઠકના નિર્ણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. સૌની નજર એ વાત પર હતી કે શું RBI વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરે છે અને લોકોની EMI ઘટે છે કે નહીં. હાલમાં રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે, કેશ રિઝર્વ રેશિયો 3% અને બેંક રેટ 4.25% છે.

    વ્યાજ દરોમાં કેમ ફેરફાર ન કરાયો?

    RBIએ ડીસેમ્બરની મોનેટરી પોલિસીની સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા. આ નિર્ણય મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતાં લેવામાં આવ્યો છે. રિટેલ ફુગાવો અત્યારના સમયમાં સંતોષજનક સ્તરની ઉપર છે. આ સતત ત્રીજી વાર છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની MPCએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4%, રીવર્સ રેટો રેટ 3.35%, કેશ રિઝર્વ રેશિયો 3% અને બેંક રેટ 4.25%ના સ્તરે બરકરાર છે.

    અત્યાર સુધીમાં આટલો થયો ઘટાડો- રિઝર્વ બેંકે કોરોના કાળ દરમિયાન રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. માર્ચથી અત્યાર સુધી રિવર્સ રેપો રેટમાં 1.55 ટકાનો ઘટાડો કર્યો છે. 22 મેના રોજ રિવર્સ રેપો રેટ 0.40 ટકા ઘટાડીને 3.35 ટકા કરવામાં આવ્યો હતો. 22 મે બાદ દરોમાં કોઈ ફેરફાર નથી થયો. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર બરકરાર રહ્યો હતો.

    આ પણ વાંચો, ભારતના આ પ્રાથમિક શિક્ષકને મળ્યો એવોર્ડ, 7 કરોડ રુપિયાના અડધા હિસ્સાનું કર્યું દાન

    ઊંચી મોંઘવારી એક સમસ્યા

    એક્સપર્ટ્સ મુજબ, ફુગાવો ઊંચો હોવાના કારણે રિઝર્વ બેંક નીતિગત દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી છેલ્લા અનેક મહિનાથી રિઝર્વ બેંકના સુવિધાજનક સ્તર 4 ટકાથી ઉપર રહી છે.

    આ પણ વાંચો, HDFC Bank પર RBIના પ્રતિબંધનો શું છે અર્થ? ગ્રાહકો પર શું પડશે અસર?

    GDPમાં રાહત

    જોકે, જીડીપીના મોરચે થોડી રાહતની વાત છે. જુલાઈ-સપ્ટેમ્બરની આ નાણકીય વર્ષના ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો છે, જે અનુમાનોથી ઓછો ઘટાડો છે. જૂનના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં રજૂ મોનેટરી પોલિસીની સમીક્ષામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરમાં 9.5 ટકાના ઘટાડાનું અનુમાન છે.
    Published by:Mrunal Bhojak
    First published: