RBI MPC Meeting: RBIએ લીધો મહત્વનો નિર્ણય, પેમેન્ટ બેંકમાં ડિપોઝીટ લિમિટ 1 લાખથી વધારી કરાઈ 2 લાખ

રીઝર્વ બેક ઑફ ઇન્ડિયાના લૉગોની ફાઇલ તસવીર

RBIની મોનિટરી પોલિસીમાં ડિજિટલ પેમેન્ટ્સ બેન્ક એટલે કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, એરટેલ પેમેન્ટ્સ બેન્ક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો મોટું પ્રોત્સાહન આપ્યું છે.

  • Share this:
ભારતીય રિઝર્વ બેંકે આજે યોજેલી મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટના દરમાં બદલાવ કર્યા વિના 4% જ રાખ્યા છે. સાથે જ RBIએ અન્ય મહત્વના નિર્ણય પણ લીધા છે. RBIની મોનિટરી પોલિસીમાં ડિજિટલ પેમેન્ટ્સ બેન્ક એટલે કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, એરટેલ પેમેન્ટ્સ બેન્ક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો મોટું પ્રોત્સાહન આપ્યું છે. RBIએ આ બેંકોની ડિપોઝીટ લિમિટ વધારીને 2 લાખ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ અંગે લાંબા સમયથી માંગ થઇ રહી હતી.

રિટેલ મોંઘવારી 5% જેટલી રહી શકે છે

RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેન્ક પેમેન્ટ વોલેટના અપગ્રેડેશન પર પણ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, યુઝરને એક વોલેટથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરવાની આઝાદી પણ મેળવી જોઈએ. મહત્વનું છે કે હાલ ગૂગલ પે અથવા પેટીએમ વોલેટ દ્વારા એક બીજાના વોલેટમાં પૈસા ટ્રાન્સફર નથી કરી શકાતા.

આ ઉપરાંત નવા નાણાકીય વર્ષની પોલિસીની જાહેરાત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ છ માસિકમાં રિટેલ મોંઘવારી 5%ની આસપાસ રહી શકે છે. જોકે, અગાઉ 5.2% રહેશે તેવું અનુમાન લગાવાયું હતું,

ઉલ્લેખનીય છે કે RBIએ નાણાંકીય વર્ષ 2022 માટે GDP ગ્રોથનું અનુમાન 10.5% લગાવ્યું છે. RBIના જણાવ્યા અનુસાર, ગ્લોબલ ગ્રોથમાં ધીરે-ધીરે રોકાવરી આવી રહી છે, પરંતુ હજી પણ ઘણી આશંકાઓ અને અનિશ્ચિતતાઓ છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો આમ આદમી પર શું અસર પડશે?

ઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની મૌદ્રિક નીતિ સમીતિની બેઠક (RBi MPC Meeting આજે એટલે કે સાતમી એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. પાંચ એપ્રિલથી શરૂ થયેલી આ બેઠક અંગે આજે RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) આખરી પરિણામની જાહેરાત કરી હતી. આરબીઆઈએ મોનેટરી પૉલિસી (monetary policy)માં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટને સ્ટેબલ રાખ્યો છે. એટલે કે રેપો રેટ પહેલાની જેમ 4 ટકા જ રહેશે. હાલમાં RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ક્રમશ: 4 અને 3.35 ટકા છે. ઉલ્લેખનીય છે કે નવા નાણાકીય વર્ષ 2021-21ની આ પ્રથમ MPC બેઠક હતી. RBI ગવર્નર આ અંગે વિસ્તૃત પ્રેસ કૉન્ફરન્સ પણ કરશે.

RBI ગવર્નરે કહ્યુ કે, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રહેશે. દાસે કહ્યુ કે, જ્યાં સુધી ગ્રૉથ ટકાઉ ન બને ત્યાં સુધી પૉલિસી રેટ ઉદાર જ રહેશે. એટલે કે તમારી હોમ લોન અને ઓટો લોનના EMI પહેલા જેટલા જ રહેશે. આ સાથે જ સસ્તા ઈએમઆઈ માટે પણ તમારે થોડી રાહ જોવી પડશે. આ સાથે જ આરીબીઆઈ ગવર્નરે 2021-22 માટે 10.5 ટકા જીડીપીનું અનુમાન લગાવ્યું છે. બજાર નિષ્ણાતો તરફથી પહેલા જ આ અંગે સંકેત આપવામાં આવ્યા હતા.
First published: