Home /News /business /

RBI Monetary Policy: પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં, Repo Rate પહેલાની જેમ 4% યથાવત

RBI Monetary Policy: પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં, Repo Rate પહેલાની જેમ 4% યથાવત

શક્તિકાંત દાસ (ફાઇલ તસવીર)

RBI Monetary Policy: જાણકારો પહેલા જ અનુમાન લગાવી રહ્યા હતા કે RBI આ વખતે પણ પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે.

    મુંબઈ. RBI Monetary Policy: દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)નો ખતરો વધી રહ્યો છે. એવામાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)એ આજે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે. પૉલિસી રેટ પહેલાની જેમ (Repo rate) 4% સ્થિર છે. જાણકારો પહેલા જ અનુમાન લગાવી રહ્યા હતા કે RBI ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) ગત વખતની જેમ આ વખતે પણ પૉલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. આરબીઆઈએ છેલ્લે 22 મે, 2020ના રોજ પૉલિસી રેટમાં ફેરફાર કર્યો હતો. જે બાદથી પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત રાખ્યા છે. મૉનિટરી પૉલિસી કમિટીના છ સભ્યોમાંથી પાંચ સભ્યો પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાના પક્ષમાં હતાં. શક્તિકાંત દાસે જણાવ્યું કે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ પહેલાની જેમ 4.25% છે.

    રિયલ જીડીપીનું અનુમાન

    બેઠકમાં રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન 9.5% યથાવત રાખવામાં આવ્યું છે. જોકે, RBIએ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન GDP ગ્રોથનું અનુમાન 6.8 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું છે. આ સાથે જ નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક દરમિયાન રિયલ જીડીપીનું અનુમાન 6.1%થી ઘટાડીને 6% કરવામાં આવ્યું છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, RBI એ નાણાકીય વર્ષ 2022માં છૂટક મોંઘવારી દરનો ટાર્ગેટ 5.3% પર યથાવત રાખ્યો છે.

    ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી

    RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, "આપણી પાસે મજબૂત બફર સ્ટૉક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે."

    લોન પર અસર

    રિઝર્વ બેંકે રેપો રેટોમાં કોઈ જ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છ ત્યારે રેપો રેટ આધારિત લોન ધારકોને રાહત મળશે. મતલબ કે બેંકો વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરે.

    આ પણ વાંચો: આનંદો! આ બે મોટી બેંકોએ Fixed Deposit પર વ્યાજદરમાં કર્યો વધારો- જાણો વિગત

    રેપો રેટ એટલે શું? (Repo rate)

    રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.

    અસર: રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.

    રિવર્સ રેપો રેટ એટલે શું? (Reverse Repo Rate)

    રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

    આ પણ વાંચો: Gold price today: ઉપર જવા માટે સંઘર્ષ કરતું સોનું, રેકોર્ડ હાઈથી ભાવ 8,000 રૂપિયા ઓછો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

    અસર: રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Repo rate, Shaktikanta Das, આરબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन