RBIએ નાણાંની લેવડ-દેવડના નિયમોમાં કર્યો ફેરફાર, RBI બેઠકની 10 મોટી વાત

News18 Gujarati
Updated: October 9, 2020, 12:36 PM IST
RBIએ નાણાંની લેવડ-દેવડના નિયમોમાં કર્યો ફેરફાર, RBI બેઠકની 10 મોટી વાત
પ્રતિકાત્મક તસવીર

RBI Monetary Policy બેઠકનો આજે 10 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફાર તમને સીધી રીતે શું અસર કરશે જાણો.

  • Share this:
RBI Monetary Policy બેઠકનો નિર્ણય આજે આવી ગયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI- Reserve Bank of India) ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikant Das) આ મામલે અનેક મોટી જાહેરાત કરી છે. જેમાંથી 10 મોટી જાહેરાત જેનાથી તમને સીધી અસર કે ફાયદો થશે તે વિષે જાણો.

1. RBIએ વ્યાજ દરોમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ 4 ટકા જ રાખ્યો છે.

2. MPCએ સર્વસમંત્તિથી આ નિર્ણય કર્યો છે કે રિવર્સ રેટ 3.35 ટકા પર રાખવામાં આવે.

3. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર થયો છે. હાલ નાણાંકીય વર્ષમાં રિકોર્ડ અનાજ ઉત્પાદન થયું છે. પ્રવાસી મજૂરો ફરીથી શહેરોમાં પાછા ફર્યા છે.

4.ઓનલાઇન કોમર્સમાં વધારો થયો છે. લોકો ઓફિસ પાછા ફર્યા છે. આશા છે કે ફિસ્કલ યર 2021માં ચોથા ક્વાટરમાં મોંધવારીમાં હળવાશ મળશે.

5. દાસે કહ્યું કે અર્થવ્યવસ્થામાં તેજીની આશા રહેલી છે. સારા ભવિષ્ય માટે અમે વિચારી રહ્યા છે. હાલ સેક્ટર ધીરે ધીરે સારા થઇ રહ્યા છે. ગ્રોથની પણ આશા રાખવામાં આવી છે.6. રવિ પાકનું આઉટલુક સારું દેખાઇ રહ્યું છે. મહામારીના આ સંકટમાં હવે કોવિડ રોકવા પર વધુ ફોકસ સાથે આર્થિક સુધાર કરવામાં આવશે.

7. આરબીઆઇએ જાહેરાત કરી કે ડિસેમ્બર 2020થી RTGS કોઇ પણ સમયે કરી શકાશે.

8. આરબીઆઇ ગવર્નરે કહ્યું કે નાણાંકીય વર્ષ 2021માં જીડીપીમાં 9.5 ટકા મંદી નજરે પડી હતી. સપ્ટેમ્બરે પીએમઆઇ વધીને 56.9 થઇ ગઇ છે. જાન્યુઆરી 2013માં આ સૌથી વધુ હતી.

9. હાલના નાણાંકીય વર્ષમાં ગત 6 માસમાં ઉધાર સરેરાશ 5.82 ટકા પર છે. જે 16 વર્ષમાં સૌથી ઓછું છે.

10. સરકારી બેંકો સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગોને આપેલ લોન પર બે ટકાના દરથી આપવામાં આવતી વ્યાજ સહાયને 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક આ જાણકારી આપી છે. યોજનાની શર્તોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે એમપીસી (RBI Monetary Policy Committee)ની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠકના આજે પરિણામ આવ્યા છે. જે પર સવારે 10 વાગ્યે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) પ્રેસ કૉન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. સામાન્ય લોકો અને કોરોનાની સ્થિતિને જાતો આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
Published by: Chaitali Shukla
First published: October 9, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading