Home /News /business /Cardless Cash Withdrawal: હવે તમામ બેંકોના ATM ખાતે કાર્ડલેસ વિથડ્રોઅલ સેવા ઉપલબ્ધ બનશે: RBI ગવર્નર
Cardless Cash Withdrawal: હવે તમામ બેંકોના ATM ખાતે કાર્ડલેસ વિથડ્રોઅલ સેવા ઉપલબ્ધ બનશે: RBI ગવર્નર
RBI Cardless Withdrawals Rule
Cash Withdrawal: શક્તિકાંત દાસે નિવેદનમાં જણાવ્યુ હતુ કે, "હાલ અમુક જ એટીએમ ખાતે કાર્ડ વગર રોકડ ઉપાડની સુવિધા મળી રહી છે. હવે અમે યૂપીઆઈના ઉપયોગથી તમામ બેંકના એચટીએમ ખાતે આ સુવિધા શરૂ કરવાની દરખાસ્ત મૂકી છે."
મુંબઈ: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસે (Governor Shaktikanta Das) શુક્રવારે ત્રણ દિવસ સુધી મળેલી આરબીઆઈ મોનિટરી પૉલિસી કમિટીની (RBI Monetary Policy Committee) બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિકાંદ દાસે જણાવ્યું હતું આરબીઆઈએ દેશની તમામ બેંકોના એટીએમ (ATM) ખાતે કાર્ડલેસ ઉપાડ (Cardless Cash Withdrawal )ની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. શક્તિકાંત દાસના જણાવ્યા પ્રમાણે આ સેવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે આપવામાં આવશે. બીજી તરફ આરબીઆઈએ રેપો રેટ 4% યથાવત રાખ્યો છે. તો નાણાકીય વર્ષ 23 માટે જીડીપી (GDP) અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યું છે.
શક્તિકાંત દાસે નિવેદનમાં જણાવ્યુ હતુ કે, "હાલ અમુક જ એટીએમ ખાતે કાર્ડ વગર રોકડ ઉપાડની સુવિધા મળી રહી છે. હવે અમે યૂપીઆઈના ઉપયોગથી તમામ બેંકના એચટીએમ ખાતે આ સુવિધા શરૂ કરવાની દરખાસ્ત મૂકી છે." આરબીઆઈ ગવર્નરે વધુમાં જણાવ્યુ કે, "જે રીતે ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, ત્યારે ફિઝિકલ કાર્ડની ગેરહાજરી સ્કીમિંગ કે કાર્ડ ક્લોનિંગ જેવા ફ્રોડથી બચાવશે."
કાર્ડ વગર ઉપાડની સુવિધા શા માટે જરૂરી?
નામ પ્રમાણે જ કાર્ડલેસ વિથડ્રોઅલના કેસમાં ખાતાધારકને એટીએમમાંથી રોકડની ઉપાડ માટે કાર્ડની જરૂરિયાત રહેતી નથી. કોવિડ-19 મહામારી દરમિયાન અનેક બેંકોએ આ સુવિધા શરૂ કરી છે. હાલ અનેક બેંકોના એટીએમ ખાતે આ સુવિધા મળી રહી છે. હાલ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, બેંક ઑફ બરોડા તેમજ અન્ય બેંકોના ગ્રાહકો ડેબિટ કાર્ડ વગર પોતાના ફોનનો ઉપયોગ કરીને એટીએમ ખાતેથી પૈસા ઉપાડી શકે છે. આ માટે મોટાભાગના કેસમાં કાર્ડધારકે મોબાઇલ બેન્કિંગ મારફતે રિક્વેસ્ટ કરવાની હોય છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ લાગૂ થયા બાદ એટીએમ ફ્રોડ અટકાવી શકાશે. કારણ કે આ પ્રકારના કેસમાં પૈસા ઉપાડવા માટે મોબાઇલ પીનનો ઉપયોગ કરવો પડે છે. આ માટે યૂપીઆઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જોકે, કાર્ડલેસ વિથડ્રોઅલની સુવિધા ફક્ત કાર્ડધારક પોતાના માટે જ છે.
હાલ અનેક બેંકોએ કાર્ડલેસ ઉપાડ પર કેશ મર્યાદા રાખી છે. એટલે કે ખાતાધારકો અમુક મર્યાદાથી વધારે રકમ ઉપાડી શકતા નથી. અમુક બેંકો કાર્ડલેસ ટ્રાન્ઝેક્શન માટે વધારાનો ચાર્જ પણ કરી રહી છે. હવે આરબીઆઈની જાહેરાત બાદ વધુ બેંકો કાર્ડલેસ સુવિધા આપી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર