Home /News /business /

RBI Monetary Policy Updates: રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, રેટ 4% યથાવત

RBI Monetary Policy Updates: રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, રેટ 4% યથાવત

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા

RBI Monetary Policy Live Updates: ગત 10મી ફેબ્રુઆરી, 2022ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) ત્રણ દિવસની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. એ વખતે પૉલિસી રેટમાં કોઈ ફેરફાર થયો ન હતો.

    મુંબઇ. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI governor Shaktikanta Das) ત્રણ દિવસની બેઠક બાદ મોનિટરી પૉલિસી બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. આરબીઆઈ તરફથી રેપો રેટ (Repo Rate)માં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે રેપો રેટ 4% યથાવત રહ્યો છે. સાથે જ રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate)માં વધારો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ વધીને 3.75 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈએ નાણાકીય વર્ષ 23 માટે જીડીપી (GDP) અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યું છે. આ સાથે જ RBIએ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF)ને વધારીને 50 bps એટલે કે 0.50 ટકા કર્યો છે. હવે તે કોરના સંક્રમણના પહેલાની સ્થિતિમાં પહોંચી ગયો છે. જ્યારે MSF રેટ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીઝ) પહેલાની જેમ 4.25 ટકા થયાવત્ રાખ્યો છે.

    આ 11મી મોનિટરી પૉલિસી  બેઠક છે જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટ (Repo Rate)માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી રેપો રેટ ઐતિહાસિક ચાર ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટી (Monetary Policy Committee)ની બેઠક દર બે મહિને મળે છે. નાણાકીય વર્ષની આ પ્રથમ બેઠક છે, જે છઠ્ઠી એપ્રિલથી શરૂ થઈ છે.

    10મી ફેબ્રુઆરીની બેઠકનું પરિણામ


    ગત 10મી ફેબ્રુઆરી, 2022ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) ત્રણ દિવસની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. શક્તિકાંત દાસે પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોનિટરી કમિટીના તમામ સભ્યોએ એકમત સાથે રેપો રેટ 4% યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

    આ સાથે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. રિવર્સ રેપો રેટ 2020થી 3.35 ટકા પર સ્થિર છે. 2020 પહેલા એક વર્ષમાં RBI મોનિટરી પૉલિસી કમિટીએ તેમાં 155 બેસિસ પોઈન્ટ એટલે કે 1.55 ટકાનો ઘટાડો કર્યો હતો. MSF રેટ અને બેંક રેટ પહેલાની જેમ 4.25 ટકા થયાવત રાખવામાં આવ્યા હતા.

    શું છે રિવર્સ રેપો રેટ? (What is reverse repo rate)


    રિવર્સ રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ પાસે બેંકોની જમા રકમ પર વ્યાજ મળે છે. આ વ્યાજ આરબીઆઈ આપે છે. હકીકતમાં વધારે ફંડના કેસમાં બેંકો પોતાની પાસે રહેલી વધારાની રકમ આરબીઆઈમાં જમા કરાવે છે. આ જમા રકમ પર આરબીઆઈ વ્યાજ આપે છે. હાલ રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

    રેપો રેટ એટલે શું?


    રેપો રેટ એ રેટ છે જેના પર બેંક આરબીઆઈ પાસેથી ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચૂકવે છે. બેંક પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે આરબીઆઈ પાસેથી ઉધાર રકમ લે છે. જેના પર તે બેંકને વ્યાજ ચૂકવે છે.

    રેપો રેટ કે રિવર્સ રેપો રેટ વધે કે ઘટે તો તેની શું અસર થાય?


    1) રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.

    2) રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Repo rate, આરબીઆઇ

    આગામી સમાચાર