નવી દિલ્હી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)ની મોનેટરી પોલિસી કમિટી (Monetary Policy Committee)ના આઉટકમ આવી ગયા છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ મોનિટરી પોલિસીની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટ (RBI Repo Rate)માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટ (Repo Rate) 4 ટકા પર અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) 3.35 ટકા પર બરકરાર રાખવામાં આવ્યા છે. ગવર્નર દાસે કહ્યું કે આર્થિક સુધાર માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા અને જ્યાં સુધી જરૂરી હોય, ત્યાં સુધી આ જ રાખવામાં આવશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને લઈ કેટલાક સેક્ટરોને આશાનું કિરણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, તેમણે જણાવ્યું કે સામાન્ય ચોમાસાનું અનુમાન, કૃષિ ક્ષેત્રની ક્ષમતા અને ગ્લોબલ રિકવરીના કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી શકે છે.
Monetary Policy Committee (MCC) voted to maintain status quo i.e. repo rate remains unchanged at 4%. MCC also decided to continue with accommodative stance as long as necessary to revive & sustain growth on durable basis & to mitigate impact of COVID on economy: RBI Governor pic.twitter.com/6HQZFvA9j8
જીડીપી ગ્રોથના અનુમાનને લઈ શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક અનુમાન 9.5 ટકા રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિના અનુમાનને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી દીધું છે. નાણાકીય વર્ષ 2021-22 માટે સીપીઇઆઇ ઇન્ફેલશનનું અનુમાન 5.1 ટકા કરવામાં આવ્યું છે.
આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, કોરોનાની બીજી લહેરને કારણે અનેક પ્રતિબંધ લાગુ છે. પરંતુ પહેલી લહેરની તુલનામાં આ વખતે આર્થિક ગતિવિધિઓ એટલી પ્રભાવિત નથી થઈ. લોકો અને બિઝનેસ મહામારીમાં કામ કરવાની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવનારા મહિનાઓમાં વેક્સીનેશનની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે, જેના કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજી જોવા મળશે.