Home /News /business /RBI Repo Rate : આરબીઆઇ વધારી શકે છે રેપો રેટ, જીવન જરૂરિયાતની આ વસ્તુઓ થશે મોંઘી

RBI Repo Rate : આરબીઆઇ વધારી શકે છે રેપો રેટ, જીવન જરૂરિયાતની આ વસ્તુઓ થશે મોંઘી

આરબીઆઇ 8 જૂને વધારી શકે છે રેપો રેટ

આરબીઆઈએ 4 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો અને એવી અપેક્ષા છે કે તે 8મી જૂને પણ દરમાં વધારો કરી શકે છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે દક્ષિણ ભારતમાં ટામેટાના ભાવ બે સપ્તાહમાં સ્થિર થશે. દેશના કેટલાક ભાગોમાં ટામેટાં 50 થી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

વધુ જુઓ ...
ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈના પ્રયાસોની અસર જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પર દેખાઇ રહી છે.  ઉપભોક્તા મંત્રાલયના ડેટા અનુસાર, એક મહિનામાં ટામેટા 31.64 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 52.32 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તેમાં 70 ટકાથી વધુનો વધારો થયો છે. બટાકાની કિંમત 20.93 રૂપિયાથી વધીને 24.12 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તેમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે.

8 જૂને વધશે દર


આરબીઆઈએ 4 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો અને એવી અપેક્ષા છે કે તે 8મી જૂને પણ દરમાં વધારો કરી શકે છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે દક્ષિણ ભારતમાં ટામેટાના ભાવ બે સપ્તાહમાં સ્થિર થશે. દેશના કેટલાક ભાગોમાં ટામેટાં 50 થી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ટામેટાની કિંમત સ્થિર છે અને જે વિસ્તારોમાં તેની કિંમત વધી છે ત્યાં વરસાદને કારણે પાકને અસર થઈ છે.

આ પણ વાંચો -આ બિઝનેસ કરાવશે બહોળી કમાણી, આવી રીતે શરૂ કરો કાગળમાંથી કપ-પ્લેટ બનાવવાનો વ્યવસાય

અનાજના ભાવમાં વધારો થશે


13 મેના રોજ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકીને ઘઉંના ભાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હજુ પણ મોંઘો થઈ રહ્યો છે. એક મહિનામાં રૂ. 28.75 થી રૂ. 29.57 પર પહોંચી ગયો.

લોટની કિંમત 29.29 રૂપિયાથી વધીને 33.44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મગની દાળ રૂ. 102.27 થી રૂ. 102.8 પ્રતિ કિલો જ્યારે મસૂર દાળ રૂ. 96.40 થી રૂ. 96.83 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો - ટામેટાંના ભાવ પહોંચ્યા આસમાને, કેટલાક શહેરમાં કિંમત 100ને પાર

ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો


ઉપભોક્તા મંત્રાલયના ડેટા અનુસાર એક મહિનામાં પામ ઓઈલની કિંમત 157.69 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 155.94 રૂપિયા થઈ ગઈ છે. સરસવના તેલનો ભાવ 184.95 રૂપિયાથી ઘટીને 183.16 રૂપિયા થયો છે.

ચાની પત્તીનો ભાવ રૂ. 286.97 થી ઘટીને રૂ. 284.21 અને ડુંગળીનો ભાવ રૂ. 24.16 થી ઘટીને રૂ. 23.81 થયો છે. મીઠું 19.48 રૂપિયાથી વધીને 19.49 રૂપિયા થયું છે.
First published:

Tags: RBI repo rate

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો