Home /News /business /ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે ડિજીટલ કરન્સીનો ટ્રાયલ પ્રોગ્રામ, RBIએ આપી જાણકારી

ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે ડિજીટલ કરન્સીનો ટ્રાયલ પ્રોગ્રામ, RBIએ આપી જાણકારી

Digital Currency- આરબીઆઈ ડિસેમ્બર સુધીમાં પોતાની ડિઝિટલ કરન્સી લોન્ચ કરી શકે છે.

ભારતીય રીઝર્વ બેન્ક(RBI)આ વર્ષે જ પોતાની પહેલી ડિજીટલ કરન્સી (Digital Currency) લોન્ચ કરી શકે છે. આરબીઆઇએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

નવી દિલ્લી:  ભારતીય રીઝર્વ બેન્ક(RBI)આ વર્ષે જ પોતાની પહેલી ડિજીટલ કરન્સી (Digital Currency) લોન્ચ કરી શકે છે. આરબીઆઇએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) CNBCને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, RBI ડિસેમ્બર સુધીમાં પોતાનો પહેલો ડિજીટલ કરન્સી ટ્રાયલ પ્રોગ્રામ શરૂ કરી શકે છે. કેન્દ્રીય બેંક પોતાની સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી (CBDC)ને તબક્કાવાર લાવવા પર કામ કરી રહ્યું છે.

ઈન્ટરવ્યૂમાં શક્તિકાંત દાસે કહ્યું કે, RBI ડિજીટલ કરન્સીને લઇને ખૂબ સાવધાની રાખી રહ્યું છે, કારણ કે તે RBI માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ નવી પ્રોડક્ટ છે. આશા છે કે અમે ડિસેમ્બરના અંત સુધીમાં તેની પહેલી ટ્રાયલ શરૂ કરવાની સ્થિતિમાં આવી શકશું. આપને જણાવી દઇએ કે રોકડ વપરાશમાં ઘટાડો અને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) વિશે લોકોમાં વધતા આકર્ષણ બાદ આરબીઆઇએ ટ્રાયલ પર વિચાર કર્યો હતો.

RBI વિવિધ પાસાઓ પર કરી રહી છે અભ્યાસ

ગવર્નરના જણાવ્યા અનુસાર, RBI ડિજીટલ ચલણના અલગ-અલગ પાસાઓ પર અભ્યાસ કરી રહી છે, જેમાં તેની સુરક્ષા, ભારતના નાણાંકીય ક્ષેત્ર પર અસર અને સાથે જ આ નાણાંકીય નીતિ અને ચલણને તે કઇ રીતે પ્રભાવિત કરશે. જણાવી દઇએ કે, હાલમાં જ કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે પણ ડિજીટલ કરન્સી લોન્ચ કરવાના સંકેતો આપ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, ડિજીટલ કરન્સી લાવવાની તારીખ જણાવવી મુશ્કેલ છે. અમે સંભવતઃ આ વર્ષના અંત સુધીમાં તેનું મોડલ લાવી શકીશું. આપને જણાવી દઇએ કે, ચીન, જાપાન અને સ્વીડન જેવા દેશોએ તો ડિજીટલ કરન્સી પર ટ્રાયલ શરૂ પણ કરી દીધું છે. તો યુકે, ચીન, અમેરિકા પણ ડિજીટલ કરન્સી લાવવા અંગે વિચાર કરી રહ્યા છે. એટલે કે ભવિષ્યમાં વિશ્વભરમાં ડિજીટલ કરન્સીની જ ધૂમ હશે.

આ પણ વાંચો: 7th Pay Commission: 31 ટકા 31 DA થવા પર સેલેરીમાં આવશે મોટો ઉછાળો, સમજો ગણિત

જાણો, શું છે ડિજીટલ કરન્સી?

સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી એટલે કે CBDC આ કેશનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. એટલે કે જેમ તમે કેશની લેણદેણ કરો છો, તે જ રીતે તમે ડિજીટલ કરન્સીની લેણદેણ પણ કરી શકશો. તેનાથી ટ્રાન્જેક્શન કોઇ પણ મધ્યસ્થ કે બેંક વગર થઇ જાય છે. CBDC ઘણી હદે ક્રિપ્ટોકરન્સીની જેમ કામ કરે છે. જોકે, ક્રિપ્ટોકરન્સીની જેમ ડિજીટલ કરન્સીની વેલ્યૂમાં વધારો-ઘટાડો થતો નથી. તે દેશની સેન્ટ્રલ બેંક જાહેર કરશે.
First published:

Tags: Cryptocurrency, RBI Alert, ક્રિપ્ટોકરન્સી cryptocurrency