Home /News /business /1 ઓક્ટોબરથી બદલાઈ જશે અનેક નિયમ, જાણો Credit-Debit Card સાથે જોડાયેલા નવા નિયમ

1 ઓક્ટોબરથી બદલાઈ જશે અનેક નિયમ, જાણો Credit-Debit Card સાથે જોડાયેલા નવા નિયમ

RBI New Rules: પહેલી ઓક્ટોબરથી Debit Card અને Credit Card સાથે જોડાયેલા નિયમો બદલાશે, ફટાફટ કરો ચેક

RBI New Rules: પહેલી ઓક્ટોબરથી Debit Card અને Credit Card સાથે જોડાયેલા નિયમો બદલાશે, ફટાફટ કરો ચેક

New Credit-Debit Card Rule: બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટર સાથે જોડાયેલા અનેક નિયમ પહેલી ઓક્ટોબરથી (1st October 2021) બદલાઈ જશે. ત્રણ બેંકોની ચેક બુક બદલવાની સાથે જ ક્રેડિટ, ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમ પણ બદલાશે. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India- RBI) 1 ઓક્ટોબર, 2021થી કોઈના બેંક એકાઉન્ટથી ઓટો-ડેબિટ ફેસિલિટી (Auto Debit Facility) માટે કેટલાક નવા સિક્યુરિટી ફીચરના ઉપયોગને અનિવાર્ય કરી દીધા છે.

નવા નિયમો મુજબ, જે ઓટો ડેબિટ ફેસિલિટીનો ઉપયોગ કરે છે રિકરિંગ બિલ કે તેમના બેંક એકાઉન્ટથી EMIનું પેમેન્ટ કરવા માટે તેમને 1 ઓક્ટોબરથી કેટલાક ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન મેન્યૂઅલ કરવા પડી શકે છે. જ્યારે એક્સિક અને HDFC જેવી અનેક બેંકોએ પોતાના કસ્ટમર્સને આગામી ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન ફેલ થવાની શક્યતા વિશે પહેલા જ અલર્ટ કરી દીધા હતા, કેટલાક પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરે હજુ સુધી RBIના નવા નિયમોનું પાલન નથી કર્યું.

HDFC Bankના ગ્રાહકો માટે

HDFC બેંકે પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે, કસ્ટમર્સની સુરક્ષા માટે, ભારતીય રિઝર્વ બેંકે કાર્ડથી પેમેન્ટ કરવા માટે નવા સુરક્ષા ઉપાય કર્યા છે. મહેરબાની કરી ધ્યાન આપોઃ 1 ઓક્ટોબર 2021થી HDFC બેંક પોતાના ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ પર મર્ચન્ટ વેબસાઇટ/એપ પર આપવામાં આવેલી કોઈ પણ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન (રિકરિંગ પેમેન્ટના પ્રોસેસિંગ માટે ઇ-મેન્ડેટ)ને ત્યાં સુધી મંજૂરી નહીં આપે, જ્યાં સુધી તે RBIની અનુપાલન પ્રક્રિયા (કમ્પ્લાયન્ટ પ્રોસેસ)ની અનુસાર ન હોય.

એક્સિસ બેંકના ગ્રાહકો માટે

એક્સિસ બેંકે (Axis Bank) કહ્યું કે, RBIના રિકરિંગ પેમેન્ટ ગાઇડલાઇન w.e.f. 20-09-21, અનુસાર, રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે આપના એક્સિક બેંક કાર્ડ પર સ્ટેન્ડિંગ ઇન્ટ્ર બક્શનને મંજૂરી નહીં કરી શકાય. તમે અનઇન્ટરપ્ટેડ સર્વિસ માટે સીધો પોતાના કાર્ડનો ઉપયોગ કરી મર્ચન્ટે પેમેન્ટ કરી શકો છો.

ઇ-મેન્ડેટ શું છે?

ઇ-મેન્ડેટને પ્રોસેસ કરવા માટે RBIનું નવું ફ્રેમવર્ક, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર RBI અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રિકરિંગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે 2018માં શરૂ કરવામાં આવી હતી. પહેલા તે માર્ચ 2021થી પ્રભાવી થવાની હતી. બાદમાં તારીખને 1 ઓક્ટોબર 2021 સુધી આગળ વધારી દીધી હતી કારણ કે અનેક સ્ટેક હોલ્ડરે લાગુ કરવા માટે વધુ સમયની માંગ કરી હતી.

ઇ-મેન્ડેટ મૂળ રૂપથી સ્ટેન્ડિગ ઇન્સ્ટ્રક્શનો એક સેટ છે જે બેંકો અને કોર્પોરેટ્સને કસ્ટમર્સથી વર્યૂમોઅલી અને માનવીય હસ્તક્ષેપ વગરના પેમેન્ટ કલેક્ટ કરવાની મંજૂરી આપે છે. તે બેંકોને આપની EMI, મ્યૂચ્યૂઅલ ફંડ SIP, ડિજિટલ સબ્સક્રિપ્શન વગેરે માટે ઓટો-ડેબિટની રિક્વેસ્ટને પ્રોસેસ કરવામાં સક્ષમ બનાવે છે.

નવા નિયમમાં શું છે?

નવા નિયમ અનુસર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને બીજા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI)ના માધ્યમથી કરવામાં આવેલા 5,000 રૂપિયાથી ઓછાના તમામ ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે સેન્ટ્રલ બેંકે ઓથેન્ટિકેશનનું એક એડિશિનલ ફેક્ટર (AFA) ઉમેર્યું છે. બીજી તરફ, 5,000 રુપિયાથી વધુના ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્ઝેક્શનને કસ્ટમર દ્વારા વન-ટાઇમ પાસવર્ડ (OTP)ના માધ્યમથી મેન્યુઅલી ઓથેન્ટિકેટ (પ્રમાણિત) કરવું પડશે. તેથી તમામ સ્ટેકહોલ્ડર્સને 30 સપ્ટેમ્બર, 2021 સુધી ફ્રેમવર્કને પૂરી રીતે લાગુ કરવાની જરૂર છે.

આ પણ વાંચો, HPCL Jobs: એચપીસીએલમાં મેનેજરથી લઈને ડ્રાઇવર સુધી નોકરીઓ જ નોકરીઓ, આવી રીતે કરો અરજી

બેંકો ચૂકવણીના ઓછામાં ઓછા 24 કલાક પહેલા ગ્રાહકને પ્રિ-ડેબિટ મેસેજ અથવા ઇમેઇલ મોકલશે. તે ગ્રાહકને અપકમિંગ એક્સચેન્જને રિવ્યૂ કરવા અને જો તે ઈચ્છે તો રદ કરવા માટે 'Alert Message' તરીકે કામ કરશે. પ્રી-ટ્રાન્ઝેક્શન નોટિફિકેશન કાર્ડ ધારકને મર્ચન્ટનું નામ, ટ્રાન્ઝેક્શનની રકમ, તારીખ, ડેબિટનો સમય, ટ્રાન્ઝેક્શનનો રેફરન્સ નંબર, ઈ-મેન્ડેટ, ડેબિટના કારણ વિશે જાણ કરશે.

આ પણ વાંચો, Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ 80 ડૉલરને પાર, જાણો ગુજરાતના 4 શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ

કઈ બાબતનું ધ્યાનમાં રાખવું?

ગ્રાહકોએ ખાતરી કરવી જોઈએ કે ડેબિટ/ક્રેડિટ કાર્ડ સાથે સાચો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ છે જેનો ઉપયોગ નોટિફિકેશનના અપ્રૂવલ માટે કરવામાં આવશે. જો રજિસ્ટર્ડ નંબર એક્ટિવ નથી કે અનઅવેલેબલ છે, તો તમે નોટિફિકેશન ચૂકી શકો છો અને તમારું ઓટો-ડેબિટ અટવાઇ જશે. નોંધનીય છે કે, આ ફ્રેમ વર્ક તમામ રિકરિંગ પેમેન્ટ્સ પર લાગુ થશે.
First published:

Tags: Business news, Debit card, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો