Home /News /business /જ્યારે બેન્કો આડેધડ લોન આપી રહી હતી, ત્યારે બીજે જોઈ રહી હતી RBI: જેટલી

જ્યારે બેન્કો આડેધડ લોન આપી રહી હતી, ત્યારે બીજે જોઈ રહી હતી RBI: જેટલી

નાણા મંત્રી અરૂણ જેટલીની ફાઇલ તસવીર

ભાજપા સરકાર સત્તામાં આવી ત્યારે ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરનારાની સંખ્યા 3.8 કરોડ હતી. જે ચાર વર્ષમાં વધીને 6.8 કરોડને પાર પહોંચી ગઈ છે.

  નાણામંત્રી અરૂણ જેટલીએ 2008થી 2014 વચ્ચે આડોધડ લોન આપનારી બેન્કો પર અંકુશ લગાવવા માટે નિષ્ફળ રહેલી આરબીઆઈની સખત ટીકા કરી છે. તેમણે મંગળવારે કહ્યું કે, આના કારણે બેન્કોમાં ફસાયેલી લોન(એનપીએ)નું સંકટ વધ્યું છે.

  તેમણે આ વાત એવા સમયે કહી છે, જ્યારે કેન્દ્રીય બેન્કની સ્વાયતતાને લઈ નાણા મંત્રાલય અને આરબીઆઈ વચ્ચે તણાવ વધવાનો રિપોર્ટ આવી રહ્યો છે.

  આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વીરલ વી આચાર્યએ શુક્રવારે એક સંબોધનમાં કહ્યું હતું કે, કેન્દ્રીય બેન્કની આઝાદીની ઉપેક્ષા કરવી મોટું આઘાત હોઈ શકે છે. તેમની આ ટિપ્પણીને રિઝર્વ બેન્કની નીતિગત માં નરમી લાવવા તથા તેમની શક્તિઓને ઓછી કરવા માટે સરકારના દબાણ અને કેન્દ્રીય બેન્ક તરફથી તેમના પ્રતિરોધના રૂપે જોવામાં આવે છે.

  જેટલીએ અમેરિકા-ભારત રણનૈતિક ભાગીદારી મંચ દ્વારા આયોજિત ઈન્ડિયા લીડરશીપ સમીટમાં કહ્યું કે, વૈશ્વિક આર્થિક સંકટ બાદ તમે જુઓ 2008થી 2014 વચ્ચે અર્થવ્યવસ્થાને કૃત્રીમ રૂપથી આગળ વધારવા માટે બેન્કોએ પોતાના દરવાજા ખોલવા આડેધડ રીતે લોન આપવાનું કહેવામાં આવ્યું.

  તેમણે કહ્યું કે, કેન્દ્રીય બેન્કની નજર ક્યાંક બીજે જ હતી. આ દરમ્યાન આડેધડ રીતે લોન આપવામાં આવી. નાણામંત્રીએ કહ્યું કે, તત્કાલિન સરકારી બેન્કો પર લોન આપવા માટે જોર આપી રહી હતી, જેથી એક વર્ષમાં લોનમાં 31 ટકા વૃદ્ધિ થઈ, જ્યારે એવરેજ વૃદ્ધિ 14 ટકા હતી.

  આચાર્યએ મુંબઈમાં શુક્રવારે એડી શ્રોફ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં કહ્યું હતું કે, આરબીઆઈ બેન્કોના બહી-ખાતાઓને દુરસ્ત કરવા પર જોર આપી રહી છે, એવામાં આરબીઆઈને વધારે શક્તિ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, વ્યાપક સ્તર પર નાણાકીય તથા આર્થિક સ્થિરતા માટે સ્વતંત્રતા જરૂરી છે.

  જેટલીએ કહ્યું કે, મારૂ પોતાનું અનુમાન છે કે, 2014થી 2019 વચ્ચે અમે પોતાનો કારાધાર લગભગ બે ઘણો કરવાના નજીક હોઈશું.

  જેટલીએ કહ્યું કે, આ વૃદ્ધિ કોઈ પણ પ્રકારના કર વધાર્યા વગર થઈ. રાજસ્વમાં વૃદ્ધિનું કારણ અર્થવ્યવસ્થામાં અસંગઠિત રીતે કાર્ય કરી રહેલી યોજનાઓને સંગઠિત ક્ષેત્ર હેઠળ લાવવા અને તેનું કારણ હતું નોટબંધી, જીએસટી તથા અપ્રત્યક્ષ કર સરણીમાં સુધાર છે.

  તેમણે કહ્યું કે, નોટબંધી અઘરૂ પગલું હતું, પરંતુ તેનાથી અમને એ સ્પષ્ટ કરવામાં મદદ મળી કે, અમારો ઈરાદો અર્થવ્યવસ્થાને સંગઠિત રૂપ આપવાનો છે. નાણામંત્રીએ કહ્યું કે, વર્ષ 2014માં જ્યારે ભાજપા સરકાર સત્તામાં આવી ત્યારે ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરનારાની સંખ્યા 3.8 કરોડ હતી. જે ચાર વર્ષમાં વધીને 6.8 કરોડને પાર પહોંચી ગઈ છે. મને ભરોસો છે કે, આ વર્ષે આ સંખ્યા 7.5 થી 7.6 કરોડ થઈ જશે, જે લગભગ બે ઘણી છે.

  તેમણે કહ્યું કે, મોટાભાગના ગામને રસ્તા સાથે જોડવાનું કામ પૂરૂ થવાના આરે છે. વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાની ઉમ્મદ છે, તથા વર્ષના અંત સુધીમાં તમામ ઘરોમાં વિજળી હશે.

  જેટલીએ કહ્યું કે, મોટાભાગની મંજૂરીઓ હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. મને લાગે છે કે, શાસનની રીત બદલાઈ ગઈ છે. જેટલીએ કહ્યું કે, આના કારણે ભ્રષ્ટાચાર ઓછો થયો છે. તેમણે કહ્યું કે, ઈમાનદારીથી કર આપવાથી કોઈ પરેશાની નહી થાય, પરંતુ જે લોકો એવું નથી કરતા, તેમણે મોટી કિંમત ચુકવવી પડશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Banks, When, અરૂણ જેટલી, આરબીઆઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन