સસ્તી લૉનની આશાઓ પર RBIએ આંચકો આપ્યો, રૅપો રૅટમાં ઘટાડો નહીં

News18 Gujarati
Updated: December 5, 2019, 12:33 PM IST
સસ્તી લૉનની આશાઓ પર RBIએ આંચકો આપ્યો, રૅપો રૅટમાં ઘટાડો નહીં
રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં કોઈ ઘટાડો ન કર્યો, GDP ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું

રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં કોઈ ઘટાડો ન કર્યો, GDP ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું

  • Share this:
નવી દિલ્હી : સસ્તી લૉનની આશાઓને આંચકો આપતાં ભારતીય રિઝર્વ બેંક (Researve Bank of India)એ રૅપો રૅટ (RBI Repo Rate)માં ઘટાડો નથી થયો. બીજી તરફ, આરબીઆઈએ જીડીપી ગ્રોથ (GDP Growth)ના અનુમાનને 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધું છે. આરબીઆઈ (RBI)નું આ અનુમાન આર્થિક મોર્ચે એક આંચકા સમાન છે. નોંધનીય છે કે, જીડીપી વૃદ્ધિ દર જુલાઈ-સપ્ટેમ્બરમાં ક્વાર્ટરમાં 4.5 ટકા રહી, જે 6 વર્ષના ન્યૂનતમ સ્તરે છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તે 5 ટકા હતો.

આ પહેલા આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મોંઘવારી દર વધતાં અને ફિસ્કલ યર 2020માં GDP ગ્રોથ ઘટડાના કારણે રિઝર્વ બેન્ક કદાચ સતત છઠ્ઠી વાર રૅટ કટ કરી શકે છે. જોકે, આજે MPCના તમામ સભ્યોની સહમિતિ પૉલિસી રૅટને પહેલાના સ્તરે જ બરકરાર રાખવા પર રહી. આ પહેલા રિઝર્વ બેન્ક આ વર્ષે અત્યાર સુધી રૅપો રૅટમાં 1.35 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. આ વર્ષે રૅપો રૅટમાં કુલ 135 આધાર પૉઇન્ટનો ઘટાડો થયો છે. નવ વર્ષમાં પહેલીવાર રૅપો રૅટ આટલો ઓછો છે. માર્ચ 2010 બાદ આ રૅપો રૅટનું સૌથી નીચલું સ્તર છે.

આરબીઆઈના નિર્ણય બાદ શૅર બજાર (Stock Markets)માં મોટો ઘટાડો જોવા મળ્યો. બપોરે 11:30 વાગ્યે સૅન્સેક્સ (Sensex) 113.43 પૉઇન્ટના વધારા સાથે 40,963.72 પર અને નિફ્ટી (Nifty) લગભગ આ સમયે 26.05 પૉઇન્ટના વધારા સાથે 12,069.25 પર કારોબાર કરી રહ્યો હતો. પરંતુ આરબીઆઈની જાહેરાત બાદ સૅન્સેક્સ 40 પૉઇન્ટ ગબડીને 40,800ના સ્તરે આવી ગયો.આ પણ વાંચો, 2000 રૂપિયાની નોટને બંધ કરવા પર સરકારે આપ્યો આ જવાબ!
First published: December 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading