નવી દિલ્હી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) રેપો રેટ (Repo Rate) અને રિવર્સ રેપો રેટમાં (Reverse Repo Rate) કોઈ ફેરફાર નથી કર્યો. આવું સતત આઠમી વાર છે જ્યારે કેન્દ્રીય બેંકે (RBI) વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા અને રેપો રેટ 3.35 ટકા પર બરકરાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPCની ત્રણ દિવસની દ્વીમાસિક બેઠક બાદ શુક્રવારે નીતિગત વ્યાજ દરોની ઘોષણા કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સમિતિએ સતત આઠમી વાર વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા.
શક્તિકાંત દાસે જણાવ્યું કે, હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. MPCની અપેક્ષાઓ અનુસાર દેશની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. વેક્સીનેશનથી અર્થવ્યવસ્થામાં સુધાર આવી રહ્યો છે.
Monetary Policy stance remains accommodative as long as necessary to revive and sustain growth and mitigate the impact of COVID19 pandemic while ensuring inflation remains within the target: RBI Governor Shaktikanta Das pic.twitter.com/xAEiPcxSJO
રિઝર્વ બેંકે (RBI) આ વખતે જીડીપી ગ્રોથના (GDP Growth) અનુમાનમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો. નાણાકીય વર્ષ 2021-22 માટે રિયલ GDP ગ્રોથનું અનુમાન 9.5 ટકા પર બરકરાર રાખવામાં આવ્યું છે. RBIના ગવર્નરે કહ્યું કે, ગ્રોથ મજબૂત થઈ રહ્યો છે અને મોંઘવારી દર આશાથી સારી સ્થિતિમાં છે. મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ 2021 માટે GDPનો ગ્રોથ રેટ 9.5 ટકા પર બરકરાર રાખ્યો છે.
શક્તિકાંત દાસે જણાવ્યું કે, રિઝર્વ બેંક સતત એ પ્રયાસ કરશે કે મોંઘવારી દર ટાર્ગેટની અંદર રહે. તેમણે કહ્યું કે, MPCના તમામ 6 સભ્યોની સહમતિથી પોલિસી રેટમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં (Indian Economy) ઝડપથી સુધારના સંકેત મળી રહ્યા છે. પરંતુ કોર ઇનફ્લેશન હજુ પણ પડકાર બની રહ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં મોંઘવારી દર અનુમાનથી ઓછો હતો.
નોંધનીય છે કે, 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટની ત્રણ દિવસની બેઠક 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. રિઝર્વ બેંકનું ફોકસ મોંઘવારી દર ઓછો કરવો અને ઇકોનોમિક ગ્રોથની (Economical Growth) રિકવરી પર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર