Home /News /business /ટૂંક સમયમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયત

ટૂંક સમયમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયત

RBI દ્વારા એક અધિસૂચના જાહેર કરીને 20 રૂપિયાની નવી નોટ અંગે માહિતી આપવામાં આવી છે.

RBI દ્વારા એક અધિસૂચના જાહેર કરીને 20 રૂપિયાની નવી નોટ અંગે માહિતી આપવામાં આવી છે.

ટૂંક સમયમાં આપને 20 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ શુક્રવારે એક અધિસૂચના જાહેર કરી છે. જેમાં તેને 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી છે. આ નોટિફિકેશનમાં RBI દ્વારા આ નોટનાં રંગ રૂપ અને તેની ખાસિયત અંગે જણાવવાંમાં આવ્યું છે આ નોટમાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી અલોરાની ગુફાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની નવી સીરિઝની આ નોટનો કલર લીલો અને પીળો મિક્સ એવો અલગ જ જોવા મળશે.. સાથે જRBIએ તેમ પણ કહ્યું છે કે, નવી નોટ ચાલુ થયા બાદ પણ જુની નોટ ચલણમાં રહેશે.

આવો હશે આગળનો ભાગ- RBI દ્વારા રજુ કરવામાં આવેલી 20 રૂપિયાની નવી નોટનો આગળનાં ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્રણ વચ્ચે હશે. આજ સાઇડ નોટનું મૂલ્ય હિન્દી અને અંગ્રેજી અંકોમાં લખેલું હશે. અને RBI, ભારત, India અને 20 માઇક્રો લેટર્સ રૂપમાં લખ્યુ હશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે.
આગળનાં ભાગમાં ગેરંટી ક્લોઝ, ગવર્નરનાં હસ્તક્ષર, RBIનાં પ્રતિક ચિન્હ મહાત્મા ગાંધીની તસવીરની ડાબી તરફ હશે. નોટમાં ડાબી તરફ અશોક સ્તંભ હશે. નોટનો નંબર જમણીથી ડાબી તરફ વધતા આકારમાં છપાયેલું હશે.

આ પણ વાંચો-આપનાં PFનાં પૈસા થશે ડબલ, આગામી 3 દિવસમાં કરવું પડશે આ કામ

આવો હશે પાછળનો હિસ્સો- નોટનાં પાછળનો હિસ્સા પર જમણી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનું સ્લોગન સાથે અન્ય ભાષામાં પટ્ટી હશે. નોટનાં પાછળનાં ભાગમાં ઇલોરા ગુફાનું ચિત્ર હશે અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63મિમી પહોળી અને 129 મિમી લાંબી હશે.
First published:

Tags: આરબીઆઇ