RBI પાસે છે સિક્કાઓનો ઢગલો, રિઝર્વ બેન્ક Coin લેવા પર આપી રહ્યું છે ત્રણ ગણું ઈન્સેન્ટિવ

પ્રતીકાત્મક તસવીર

Indian Currency: પહેલા 1,2 અને 5 રૂપિયાના સિક્કાઓ (Coin)ની ઘણી માંગ હતી, પરંતુ ધીમે ધીમે સિક્કાઓની માંગ ઘટવા લાગી છે.

  • Share this:
Indian Currency: પહેલા 1,2 અને 5 રૂપિયાના સિક્કાઓ (Coin)ની ઘણી માંગ હતી, પરંતુ ધીમે ધીમે સિક્કાઓની માંગ ઘટવા લાગી છે. હવે લોકો સિક્કા લેવામાં અચકાઈ રહ્યા છે. સિક્કાની માંગ એટલી હદે ઘટી ગઈ છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે સિક્કાઓનો મોટો સ્ટોક જમા થયો છે. જેના કારણે હવે સેન્ટ્રલ બેન્કે સિક્કાઓ પર ત્રણ ગણું ઈન્સેન્ટિવ વધારી દીધું છે. RBIનું કહેવું છે કે, ક્લીન નોટ પોલિસી અંતર્ગત કેન્દ્રીય બેંક દ્વારા બેંકોને સિક્કા આપવામાં આવી રહ્યા છે.

જાણો કેટલું વધ્યું ઈન્સેન્ટિવ

અત્યાર સુધી RBI બેંકોને સિક્કાની એક થેલી દીઠ 25 રૂપિયાનું ઈન્સેન્ટિવ આપતી હતી. એટલે કે એક બેગ સિક્કા લેવા પર બેંકને 25 રૂપિયા વધારે આપવામાં આવતા હતા. હવે તેને વધારીને 65 રૂપિયા કરી દેવાયા છે. હવે RBIએ સામાન્ય લોકોને સિક્કા આપવા માટે બેંકોની ઈન્સેન્ટિવ રકમ 25 રૂપિયા પ્રતિ બેગથી વધારીને 65 રૂપિયા પ્રતિ બેગ કરી દીધી છે. આ પગલું ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યું છે. સાથે જ તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ બેંક શાખાઓ લોકોને નોટો બદલવા અને સિક્કા ઉપલબ્ધ કરાવવા અંગે વધુ સારી સેવા પૂરી પાડે.

આ પણ વાંચો - JhunJhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ પ્રથમ ક્વાર્ટરમાં પોર્ટફોલિયોમાં ઉમેર્યા આ 3 શેર, જાણો કેટલો મળશે નફો

RBIએ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે બેંકોને ગ્રામીણ અને નાના શહેરોમાં સિક્કા વિતરણ માટે 10 રૂપિયા પ્રતિ બેગ વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, 1 સપ્ટેમ્બર, 2021થી બેંકોના દાવાની રાહ જોયા વિના કરન્સી ચેસ્ટ (CC)માંથી ચોખ્ખા ઉપાડના આધારે સિક્કાના વિતરણ માટે પ્રતિ બેગ 25 રૂપિયાને બદલે 65 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

વ્યવસાયિક લેણદેણ માટે સિક્કા આપો

RBIના સર્ક્યુલર અનુસાર, જથ્થાબંધ ગ્રાહકોની સિક્કાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા ગ્રાહકોને સંપૂર્ણપણે વ્યાપારી ટ્રાન્જેક્શન માટે સિક્કા આપે. બેન્કો તેમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરવામાં આવેલી નીતિ અનુસાર શાખાઓની મુલાકાત લેવાને બદલે ગ્રાહકોને તેમના ઘરે અથવા કામના સ્થળે સેવાઓ (ડોર સ્ટેપ બેંકિંગ) પૂરી પાડવાનો પ્રયત્ન કરી શકે છે.

આ પણ વાંચો - Bank Holidays: સપ્ટેમ્બરમાં 12 દિવસ માટે Banks રહેશે બંધ, અત્યારથી જ કરી લો જરૂરી પ્લાનિંગ

RBIની બેન્કોને સલાહ

RBI અનુસાર, આવા ગ્રાહકોનું KYC થયેલું હોવું જોઈએ અને સિક્કાના પુરવઠાનો રેકોર્ડ પણ હોવો જોઈએ. બેંકોને સલાહ આપવામાં આવે છે કે આ સુવિધાનો દુરુપયોગ ન કરવો, તેના માટે ચેક-અપ પણ કરવું જોઈએ. હાલ છૂટક ગ્રાહકોને સિક્કાઓનું વિતરણ નાના લોટમાં થાય છે. આ સેવા જથ્થાબંધ ગ્રાહકોને આપવામાં આવતી નથી.
First published: