
ગવર્નર દાસે જણાવ્યુ કે, દેશમાં યૂપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. તેને લોકોની વચ્ચે પ્રખ્યાત બનાવવા અને યૂઝર્સને વધારે સુવિધા આપવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે યૂઝર્સ પેટીએ, ફોન પે કે ગૂગલ પે જેવા એપનો ઉપયોગ કરે છે, તેમને હવે પ્રૂ-અપ્રૂવ્ડ ક્રેડિટ લાઈન આપવામાં આવશે. આ રકમ બેંકો કે નાણાકીય સંસ્થા તરફથી નક્કી કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ યૂઝર્સ ત્યારે જ કરી શકશે, જ્યારે તેના ખાતામાં રૂપિયા નહિ હોય. ગવર્નરે કહ્યું કે, આરબીઆઈની આ પહેલાથી ઈનોવેશનને પ્રોત્સાહન મળશે.