RBI ગવર્નરે રજૂ કર્યો Video, કહ્યું કોરોનાથી બચવા માટે ડિજિટલ પેમેન્ટ કરો

News18 Gujarati
Updated: March 29, 2020, 7:09 PM IST
RBI ગવર્નરે રજૂ કર્યો Video, કહ્યું કોરોનાથી બચવા માટે ડિજિટલ પેમેન્ટ કરો
ફાઈલ તસવીર

કોરોના વાયરસ મહામારીથી બચવા માટે સાવધાની વર્તવા અંગે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સામાન્ય લોકો માટે ખાસ વીડિયો રજૂ કર્યો છે. શક્તિકાંત દાસે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર રજૂ કર્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)થી બચવા માટે સાવધાની વર્તવા અંગે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)સે સામાન્ય લોકો માટે ખાસ વીડિયો રજૂ કર્યો છે. શક્તિકાંત દાસે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર રજૂ કર્યો છે. દેશભરમાં covid-19થી બચવા માટે સાવધાનીના પગલાં માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. જે 14 એપ્રિલ સુધી ચાલશે.

તેમણે અપીલ કરી છે કે, આ મહામારીથી બચવા માટે લોકો કરન્સીની જગ્યાએ Digital Transaction ઉપર વધારે ભાર આપો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ બધી દેશની બાજુથી એક મોટું સંકટ આવીને ઊભું છે. તો એનાથી બચવા માટે એક માત્ર ઉપાય છે.


વીડિયોમાં કહ્યું છે કે: કોરોના વાયરસની જગ્યાએ દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઘરે રહીને જ ડિજિટલ ટ્રાન્જેક્શન કરો. આ કામ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે મોબાઈલ એપ દ્વાર કરી શકાય છે.

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે ડિજિટલ ટ્રાન્જેક્શન કરવો અને સુરક્ષિત રહો. શક્તિકાંત દાસે અપીલ કરી છે કે કુલ મતલબ હતો કે નોટોના લેવડદેવડથી પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે છે. આવી સ્થિતિમાં ડિજિટલ ટ્રાન્જેક્શન ઉપર વધારે ભાર આપો.

ઉલ્લેખનીય છેકે, કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે આરબીઆઈએ અનેક પગલાં ભર્યા છે. જેથી કરીને લોકોને નાણાંકિય રીતે લોકોને વધારે તકલીફ ન પડે. આરબીઆઈએ વ્યાજદરોમાં પણ ઘટાડો કર્ય છે. જેથી કરીને બજારમાં રોકડનો પ્રવાહ બની રહે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ટ પેમેન્ટ અને ઈએમઆઈ અંગે પણ સામાન્ય લોકોને આરબીઆઈએ રાહત આપી છે.
First published: March 29, 2020, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading