Home /News /business /RBIનાં ગવર્નર સંસદીય સમિતિ સામે થયા હાજર

RBIનાં ગવર્નર સંસદીય સમિતિ સામે થયા હાજર

ઉર્જિત પટેલ (ફાઇલ ફોટો)

ગવર્નર ઉર્જિત પટેલે સમિતિને અનેક પ્રશ્નોનાં જવાબ આપ્યા

    રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનાં ગવર્નર ઉર્જિત પટેલ મંગળવારે સંસદની સ્થાયી સમિતિ સામે હાજર થયા. આ બેઠકમાં તેમણે ઘણાં સવાલોનાં જવાબ આપ્યા. તેમણે અન્ય મુદ્દાઓની સાથે સાર્વજનિક વિસ્તારનાં બેંકોનાં પ્રદર્શન અને એનપીએની સ્થિતિ પર પણ સંક્ષિપ્તમાં ચર્ચા કરી.

    આ દરમિયાન પટેલને કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ચાલી રહેલા મતભેદ પર પણ સવાલ કરવામાં આવ્યા. જણાવી દઈએ કે આ પહેલાં બેંક બોર્ડની બેઠક ઘણાં કલાકો સુધી ચાલેલી. જેમાં ઘણાં ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તે બેઠકમાં આરબીઆઈ અને સરકાર વચ્ચે પણ ઘણાં મુદ્દાઓ પર સહમતિ થઈ હતી. પરંતુ કેટલાક એવા મુદ્દા પણ હતાં જેમાં સહમતિ થઈ નહોતી.

    રિઝર્વ બેંકનાં ગવર્નર ઉર્જિત પટેલ સંસદની એક સમિતિ સમક્ષ હાજર થયા અને નોટબંધી તથા સાર્વજનિક વિસ્તારોની બેંકોમાં ફસાયેલા દેવા (એનપીએ) ની સ્થિતિ સહિત અન્ય ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી. આ પહેલાં પટેલને 12 નવેમ્બરે સમિતિ સમક્ષ હાજર થવાનું હતું.

    સુત્રોનાં કહેવાં પ્રમાણે, નાણાં પર સંસદની સ્થાયી સમિતિનાં એજન્ડામાં નવેમ્બર 2016 માં જુની 500 અને 1000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા, આરબીઆઈમાં સુધાર અને બેંકોમાં દબાવ વાળી પરિસંપત્તિઓ તથા અર્થવ્યવસ્થાની સ્થિતિ સુચીબદ્ધ છે.

    આરબીઆઈ ગવર્નર સમિતિ સમક્ષ એવા સમયે હાજર થઈ રહ્યાં છે જ્યારે કેન્દ્રિય બેંક અને નાણાં મંત્રાલય વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ઊંડો મતભેદ છે. આ મુદ્દાઓમાં આરબીઆઇ પાસે પડેલાં અનામત ભંડોળનું યોગ્ય કદ શું હોઈ શકે? તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે દેવાના નિયમોમાં સરળતા જેવા મુદ્દાઓ શામેલ છે.

    જણાવી દઈએ કે, 31 સદસ્યોની આ સંસદ સમિતિ પુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ કેન્દ્રિય મંત્રી એમ વીરપ્પા મોઝલીની અધ્યક્ષતા હેઠળ કાર્ય કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business, Goverment, RBI Governor, Urjit patel, આરબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन