RBI ગવર્નરે કહ્યુ- કોરોના 100 વર્ષનું સૌથી મોટું સંકટ, પરંતુ હવે આર્થિક સુધારાના સંકેત દેખાવા લાગ્યા

News18 Gujarati
Updated: July 11, 2020, 12:27 PM IST
RBI ગવર્નરે કહ્યુ- કોરોના 100 વર્ષનું સૌથી મોટું સંકટ, પરંતુ હવે આર્થિક સુધારાના સંકેત દેખાવા લાગ્યા
ન્યૂઝ18 ક્રિએટિવ.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) કહ્યુ કે, દેશમાં આર્થિક લેવડ-દેવડ સામાન્ય સ્થિતિમાં પહોંચી છે. પરંતુ આ સમયે બેંકોએ પોતાના રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

  • Share this:
નવી દિલ્હી : આરબીઆઈ એટલે કે ભારતીય મધ્યસ્થ બેંક (RBI-Reserve Bank of India Governor)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) શનિવારે 7th SBI Banking and Economic Conclaveમાં કહ્યું કે કોવિડ-19 એ છેલ્લા 100 વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેમણે જણાવ્યુ કે, સારી વાત એ છે કે ભારતીય અર્થતંત્ર (Indian Economy)માં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે.

દેશમાં આર્થિક લેવડ-દેવડ સામાન્ય સ્થિતિમાં પહોંચી છે. પરંતુ આ સમયે બેંકોએ પોતાના રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. નોંધનીય છે કે ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશ કુમારે (SBI Chairman Rajnish Kumar) શુક્રવારે કહ્યુ હતુ કે લોન ચૂકવવા માટે મોરોટોરિયમ અંગે અક્રોસ ધ બોર્ડ વિસ્તારની જરૂર નથી. જોકે, તેમણે એવું પણ કહ્યું કે અમુક ક્ષેત્રમાં હજુ પણ સહાયની જરૂર છે, તેમજ ભારતીય રિઝર્વ બેંક આ દિશામાં યોગ્ય પગલાં ભરશે.

આ પણ વાંચો : દેશમાં એક દિવસમાં 27,114 નવા કેસ, 24 કલાકમાં 519 લોકોનાં મોત

આર્થિક વિકાસને વેગ આપવા માટે પગલાં ભરવામાં આવશે

આરબીઆઈના ગવર્નરે વધુમાં કહ્યુ કે, કોરોનાથી લડવા માટે અનેક મહત્ત્વના પગલાં ભરવામાં આવશે. મુશ્કેલ સમયમાં અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસો સતત ચાલી રહ્યા છે. સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડિટી જાળવી રાખવા માટે ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોના સંકટ સામે લડવા માટે આરબીઆઈ તરફથી પહેલા જ પગલાં ભરવામાં આવ્યા છે. વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આર્થિક વિકાસને વેગ આપવા માટે હજુ વધારે પગલાં લેવાની પણ અમારી તૈયારી છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોનાને કારણે ઉત્પાદન, નોકરી તેમજ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળે છે. આ સંકટને કારણે પ્રથમથી હયાત વૈશ્વિક વ્યવસ્થા, ગ્લોબલ વેલ્યૂ ચેન અને દુનિયાભરમાં લેબર એન્ડ કેપિટલ મુવમેન્ટને પ્રભાવિત કરી છે. તેમણે કહ્યુ કે કોવિડ 19 મહામારી આપણી આર્થિક તેમજ નાણાકીય વ્યવસ્થા કેટલી મજબૂત અને લચીલી છે તેની તપાસ માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ છે.
Published by: Vinod Zankhaliya
First published: July 11, 2020, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading