નવી દિલ્હી. દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das)એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રિઝર્વ બેન્ક કોરોનાના કારણે બગડતી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તેનો સામનો કરવા માટે જરૂરી પગલાં ઉઠાવતું રહેશે. હાલ આજે RBIએ કેટલાક મોટા નિર્ણય લીધા છે. આવો આપને 7 પોઇન્ટમાં આ મોટા નિર્ણયો વિશે જણાવીએ...
શક્તિકાંત દાસની સ્પીચની 7 જરૂરી વાતો...
1. બેન્ક પોતાની ખાતાવહીમાં એક કોવિડ લોન બુક બનાવશે. સામાન્ય રીતે જનતા માટે 50000 કરોડ રૂપિયાની ટેપ લિક્વિડિટીની પણ જાહેરાત કરી છે, જે હેઠળ 50000 કરોડ રૂપિયા ત્રણ વર્ષ સુધીની અવધિ માટે રેપો રેટ પર ઉપલબ્ધ હશે. આ સ્કીમ આગામી વર્ષ એટલે કે 31 માર્ચ 2022 સુધી ચાલશે.
2. રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે કે તે 20 મેના રોજ 35 હજાર કરોડ રૂપિયાની બીજી ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ (g-sec) ની ખરીદી G-SAP 1.0 હેઠળ કરશે.
3. RBIએ 31 માર્ચ, 2022 સુધી હૉસ્પિટલો, ઓક્સજન સપ્લાયર્સ, વેક્સીન ઇમ્પોટર્સ, કોવિડ દવાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધાની ઘોષણા કરી છે.
4. વ્યક્તિગત નાના કારોકારીઓ માટે રિઝર્વ બેન્કે 25 કરોડ રૂપિયા સુધીના એક્સપોઝરની સાથે SME માટે રિસ્ટ્રક્ચરિંગ રિઝોલ્યૂશન ફ્રેમવર્ક 2.0ની ઘોષણા કરી.
5. તેની સાથે જ હાલની સ્થિતિને જોતાં કેવાયસી નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. વીડિયોના માધ્યમથી KYCને મંજૂરી આપવામાં આવી છે. RBIએ પહેલી ડિસેમ્બર સુધી લિમિટેડ કેવાયસીના ઉપયોગને મંજૂરી આપી છે.
6. રાજ્યો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. ઓવરડ્રાફ્ટ સુવિધાની અવધિ વધારીને 50 દિવસ કરી દેવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2021 સુધી રાજ્ય સરકારો માટે ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ ઉઠાવવાના નિયમોમાં સરળતા કરવામાં આવી છે.
7. SLTRO હેઠળ નાના બેન્કો માટે 10 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. રિઝર્વ બેન્કે 10 હજાર કરોડ રૂપિયા સુધીની સ્મોલ ફાઇનાન્સ બેન્કો માટે લાંબી અવધિના રેપો ઓપરેશનની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ પ્રતિ ઉધારકર્તા 10 લાખ રૂપિયા સુધીની લોન માટે કરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર