આપની EMI વધુ સસ્તી થઈ શકે છે, RBI ગવર્નરે આપ્યા વ્યાજ દરોમાં ઘટાડો કરવાના સંકેત

આપની EMI વધુ સસ્તી થઈ શકે છે, RBI ગવર્નરે આપ્યા વ્યાજ દરોમાં ઘટાડો કરવાના સંકેત
શક્તિકાંત દાસે કહ્યું, દરોમાં ઘટાડો હોય કે પછી અન્ય નીતિગત પગલાં, અમારા ભાથાના તીર હજુ ખતમ નથી થયા

શક્તિકાંત દાસે કહ્યું, દરોમાં ઘટાડો હોય કે પછી અન્ય નીતિગત પગલાં, અમારા ભાથાના તીર હજુ ખતમ નથી થયા

 • Share this:
  મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ વ્યાજ દરોમાં ભવિષ્યમાં વધુ ઘટાડો કરવાના સંદેશ આપતા ગુરુવારે કહ્યું છે કે કોવિડ-19 મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે કરવામાં આવેલા ઉપાયોને ઝડપથી નહીં હટાવવામાં આવે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)એ એક કાર્યક્રમમાં કહ્યું કે, દરોમાં ઘટાડો હોય કે પછી અન્ય નીતિગત પગલાં, અમારા ભાથાના તીર હજુ ખતમ નથી થયા.

  રિઝર્વ બેન્કે 6 ઓગસ્ટે જાહેર નીતિગત સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. રિઝર્વ બેન્ક આ પહેલા અગાઉની બે બેઠકકોમાં નીતિગત દરમાં 1.15 ટકાનો ઘટાડી કરી ચૂક્યું છે. હાલ રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને MCF દર 4.25 ટકા છે.  આ પણ વાંચો, LAC પર 1962 બાદ સૌથી વધુ ગંભીર સ્થિતિઃ વિદેશ મંત્રી એસ. જયશંકર

  રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે, મહામારીના રોકથામ બાદ અર્થવ્યવસ્થાને મજબૂતીના રસ્તે લઈ જવા માટે સાવધાનીની સાથે આગળ વધવું પડશે. કેન્દ્રીય બેન્ક દ્વારા થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવેલા રાહત ઉપાયો વિશે દાસે કહ્યું કે કોઈ પણ પ્રકારથી એ ન માનવું જોઈએ કે આરબીઆઈ ઉપાયોને ઝડપથી હટાવી લેશે.

  આ પણ વાંચો, સેવા દિવસ તરીકે ઉજવાશે PM મોદીનો 70મો જન્મદિવસ, BJP માસ્ક વહેંચશે, બ્લડ ડોનેશન કેમ્પનું થશે આયોજન

  શક્તિકાંત દાસે કહ્યું કે, કોવિડ-19 મહામારીના પ્રકોપ અને અન્ય પાસાઓ પર ફરી એકવાર સ્પષ્ટતા થયા બાદ આરબીઆઈ મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ પર પોતાના પુર્વનુમાન આપવાનું શરૂ કરી દેશે.

  તેઓએ વધુમાં કહ્યું કે, કુલ મળીને બેન્કિંગ ક્ષેત્ર સતત મજબૂત અને સ્થિર રહેલું છે અને સાર્વજનિક ક્ષેત્રની બેન્કોનું એકીકરણ યોગ્ય દિશામાં એક પગલું છે. દાસે કહ્યું કે, બેન્કોને આકાર આપવો જરૂરી છે, પરંતુ દક્ષતા તેનાથી પણ મહત્વપૂર્ણ છે.
  રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે, બેન્ક તણાવનો સામનો કરશે, એ સ્પષ્ટ વાત છે , પરંતુ વધુ અગત્યનું એ છે કે બેન્ક પડકારોની સમક્ષ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને તેનો સામનો કરે છે.
  Published by:Mrunal Bhojak
  First published:August 27, 2020, 15:22 pm