RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે આમ આદમીને આપી શકે છે મોટી રાહત

News18 Gujarati
Updated: October 9, 2020, 8:14 AM IST
RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે આમ આદમીને આપી શકે છે મોટી રાહત
શક્તિકાંત દાસ.

RBI Governor Shaktikanta Das Press Conference: આ પહેલા ઓગસ્ટમાં થયેલી MPCની 24મી બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલ રિપો રેટ ચાર ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર છે.

  • Share this:
નવી દિલ્હી: એમપીસી (RBI Monetary Policy Committee)ની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠકના પરિણામ આજે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપશે. એવું માનવામાં આવે છે કે ફરી એકવાર વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ પહેલા ઓગસ્ટમાં થયેલી MPCની 24મી બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલ રિપો રેટ ચાર ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર છે. જો આ બેઠકમાં રેપો રેટ ઘટાડવામાં આવશે તો લોનધારકોના EMIમાં ઘટાડો થશે. રિઝર્વ બેંકના ગવર્નરની અધ્યક્ષતાવાળી MPCને 31 માર્ચ, 2021 સુધી વાર્ષિક મોંઘવારી દર ચાર ટકા રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે વધુમાં વધું છ ટકા અને ઓછામાં ઓછો બે ટકા સુધી જઈ શકે છે.

કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં કહ્યુ હતુ કે જરૂરિયાત પ્રમાણે નાણાકીય નીતિઓમાં ફેરફાર થઈ શકે છે અને વ્યાજદરોમાં પણ કપાત કરવાની જરૂરિયાત બની રહી છે. એસોચેમના મહાસચિવ દીપક સૂદે કહ્યુ કે આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો ચાલુ રાખવો જોઈએ. બેંકર્સનું કહેવું છે કે મોંઘવારીના દબાણમાં રેપો રેટમાં ઘટાડો શક્ય નથી લાગતો. જ્યારે મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે રેપો રેટમાં ઘટાડાની આશા નહિવત છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે પ્રથમ ત્રણ મહિના દરમિયાન જીડીપી રેકોર્ડ સ્તર પર નીચે રહ્યા બાદ આજે મળનારી પ્રથમ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: IPL 2020: હૈદરાબાદ સામે પણ કિંગ્સ ઇલેવન પંજાબ ઘૂંટણીએ, આ રહ્યા હારના મોટા કારણ

નાણીકીય નીતિ સમિતિની બેઠકમાં આ આશા:

કોરોના વાયરસ અને લૉકડાઉનને પગલે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા સુધારો કરવો મોટો પડકાર રહેશે. આથી શક્ય છે કે નાણાકીય સ્થિતિ સુધારવા માટે બિનપરંપરાગત પગલાં ભરવામાં આવી શકે છે. આંકડા પર નજર કરો તો ફેબ્રુઆરીમાં રેપો રેટમાં આરબીઆઈ 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. આશા રાખવામાં આવી રહી છે કે આજની બેઠકમાં પણ આરબીઆઈના ગવર્નર રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની જાહેરાત કરી શકે છે.

આ પણ જુઓ-

RBI Monetary Policy Committee (MPC)ના નવા સભ્યો:

જયંત આર વર્મા: વર્મા ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાં પ્રોફેસર છે.

શશાંક ભિડે: ભિડે નેશનલ કાઉન્સિલ ફૉર એપ્લાઇડ ઇકોનૉમિક રિસર્ચમાં વરિષ્ઠ સલાહકાર છે. શશાંક કૃષિ અર્થશાસ્ત્રમાં પીએચડી છે. તેઓ બેંગલુરુમાં સામાજિક અને આર્થિક પરિવર્તન સંસ્થાના બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્ય તરીકે પણ કામ કરે છે.

અશીમા ગોયલ: ઇન્દિરા ગાંધી ઇન્સિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ પ્રોફેસર છે. ગોયલના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં અર્થવ્યવસ્થા પર 100થી વધારે લેખ છપાયા છે. તેમણે માઇક્રોનોમિક્સ અને માર્કેટ્સ ઇન ડેવલપિંગ એન્ડ ઇમર્જિંગ ઇકોનૉમિક અને ભારતીય અર્થવ્યવસ્થા પર એક સંક્ષિપ્ત પુસ્તિકા સહિત અનેક પુસ્તકો લખ્યા છે અને સંપાદનનું કામ પણ કર્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: October 9, 2020, 8:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading