RBIએ વ્યાજ દરોમાં 0.40% ઘટાડાની કરી જાહેરાત, 3 મહિના EMI ચૂકવવામાં રાહત

રેપો રેટમાં ઘટાડાના નિર્ણયથી સામાન્ય લોકોની લોન EMI ઓછી થઈ શકે છે

રેપો રેટમાં ઘટાડાના નિર્ણયથી સામાન્ય લોકોની લોન EMI ઓછી થઈ શકે છે

  • Share this:
    નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)એ આજે મોટી જાહેરાત કરી છે. તેઓએ મોટી રાહત આપતાં રેટો રેટમાં 0.40 ટકાના ઘટાડાની જાહેરત કરી છે. આ નિર્ણયથી સામાન્ય લોકોની EMI ઓછી થઈ શકે છે. આ પહેલા RBIએ કોરોના સંકટ અને લૉકડાઉનને ધ્યાને લઈ અનેક રાહતની જાહેરાત કરી હતી. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. RBI ગવર્નરે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. EMI મોરેટોરિયમ એટલે કે હવે લોનની EMI ઓગસ્ટ સુધી નહીં ચૂકવવાની છૂટ આપવામાં આવી છે.

    વ્યાજદરોમાં 0.40 ઘટાડાની જાહેરાત

    RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ 0.40 ટકા ઘટાડીને 4 ટકા કરી દીધો છે. ગવર્નરે જણાવ્યું કે, MPCની બેઠકમાં 6-5 સભ્યોએ વ્યાજ દરોમાં ઘટાડાના પક્ષમાં સહમતિ વ્યક્ત કરી. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર EMI સસ્તી થશે.


    આ પણ વાંચો, Jio પ્લેટફોર્મ્સમાં KKR કરશે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ

    મોંઘવારી વધવાની આશંકા

    RBI ગવર્નરે કહ્યું કે, લૉકડાઉનના કારણે મોંઘવારી વધવાની આશંકા છે. અનાજની આપૂર્તિ FCIથી વધારવી જોઈએ. દેશમાં રવી પાક સારો થયો છે. સારું ચોમાસું અને કૃષિથી ઘણી આશા છે. માંગ અને આપૂત્તિમાં અંતર ઊભું થતાં દેશની અર્થવ્યવસ્થા થંભી ગઈ છે. સરકારી પ્રયાસો અને રિઝર્વ બેંક તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંની અસર સપ્ટેમ્બર બાદ જોવા મળશે.

    GDP ગ્રોથ રેટમાં ઘટાડો ચિંતાનું કારણ

    શક્તિકાંત દાસે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહી શકે છે. નોંધનીય છે કે દુનિયાની મોટી એજન્સી પણ આ વાતની જાહેરાત કરી ચૂકી છે.

    કોરોના સંકટમાં પહેલા પણ કરી ચૂક્યા છે મોટી જાહેરાત

    RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોવિડ-19થી નાના અને મધ્યમ આકારના કોર્પોરેટને રોકડની ઘણી મુશ્કેલી ઊભી થઈ, તેથી TLTRO 2.0ની જાહેરાત કરવામાં આવી રહી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, Lockdownમાં અક્ષય કુમારને થયું સૌથી મોટું નુકસાન, એક સાથે ફસાઈ 7 ફિલ્મો


    Published by:Mrunal Bhojak
    First published: