કોરોનાની મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBIએ કરી આ મોટી જાહેરાતો

News18 Gujarati
Updated: April 17, 2020, 10:57 AM IST
કોરોનાની મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે RBIએ કરી આ મોટી જાહેરાતો
કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો

કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહમારીના સંકટના કારણે દેશમાં ચાલી રહેલા લૉકડાઉનથી અર્થવ્યસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. એવામાં ઇકોનોમીને પાટા પર લાવવા માટે RBI ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das) એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, RBI કોરોનાને લઈને સતર્ક છે. કોરોના સંકટ વચ્ચે RBIએ આપી મોટી રાહત આપી છે અને રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આરબીઆઈએ બેંકોને રાહત આપતાં 30 જૂન સુધી તેમને NPA (ડૂબેલું દેવા)ને લઈને મોટી છૂટ આપી છે. બેંકોને હવે હાલમાં NPA જાહેર કરવાની નહીં રહે. સાથોસાથ RBIએ બેંકોને શક્ય એટલા વધુ ગ્રાહકોને EMIમાં છૂટ આપવા માટે કહ્યું છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં- RBI ગવર્નરે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તે 4.4 ટકા પર સ્થિર છે. બીજી તરફ, રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 3.75 ટકા કરવામાં આવ્યો છે.

આરબીઆઈ ગવર્નરની પ્રેસ કોન્ફરન્સના મહત્ત્વના મુદ્દા

- આ પ્રકારના માહોલ પર RBI નજર રાખી રહી છે. 2020 ગ્લોબલ ઇકોનોમી માટે સૌથી મોટી મંદીનું વર્ષ છે. કોરોના સંકટના કારણે ભારતની GDP 1.9ની ગતિથી વધશે, G20 દેશોમાં તે સૌથી સારી સ્થિતિ છે. દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે.
- કોરોના સંકટના કારણે ભારતની GDP 1.9ની ગતિથી વધશે, G20 દેશોમાં તે સૌથી સારી સ્થિતિ છે. દુનિયામાં 9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે.
- પરંતુ સારી વાત એ છે કે આ વખતે હવમાન વિભાગે આ વર્ષના ચોમાસાનું પૂર્વાનુમાન સામાન્ય જણાવ્યું છે. તેનાથી દેશની અર્થવ્યસ્થાને સહારો મળશે.
- આ બધાની વચ્ચે બેન્કિંગ કારોબાર સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ છે. કોરોના વાયરસની અસર IIP પર ફ્રેબુઆરીના આંકડા બાદ જોવા મળશે.
- NHBને 10 હજાર કરોડ રૂપિયા અને નાબાર્ડને 25 હજાર કરોડ રૂપિયા મળશે.

 


નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે નબળી પડી રહેલી અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે RBIએ 27 માર્ચે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે કોરોના સંકટને જોતાં રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તેના કારણે બેંકોની લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો આવ્યો છે.

RBI આ ભેટ આપી ચૂકી છે

આરબીઆઈના આ નિર્ણયથી રેપો રેટ હવે 5.15 ટકાથી ઘટીને 4.45 ટકા થઈ ગયો છે અને રિવર્સ રેપો રેટ 4 ટકા પર આવી ગયો છે. આરબીઆઈ ગવર્નરે બેંકોને સલાહ આપી છે કે આગામી ત્રણ મહિના સુધી ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત આપે. ત્યારબાદ તમામ બેંકોએ તેનાથી જોડાયેલી શરતો જાહેર કરી દીધી છે.

આ પણ વાંચો, 20 એપ્રિલથી લૉકડાઉનમાં કયા કામો કરવાની મળી છૂટ અને કયા રહેશે બંધ?

>> આરબીઆઈની જાહેરાત પર વિશેષજ્ઞોનું માનવું છે કે ત્રણ મહિનાની રાહત મળવાથી લોન લેનારા ઘણી સરળતા મળશે કારણ કે તેઓ લોન ચૂકવવા માટે ઘણી તકલીફમાં ફસાઈ શકતા હતા.

>> એક્સપર્ટ્સ મુજબ, લોન ચૂકવવામાં ત્રણ મહિના સુધી મળેલી છૂટની અસર આપના ક્રેડિટ સ્કોર પર નહીં પડે. જોકે તેમ છતાંય આ દરમિયાન આપને સમય-સમયે પોતાનો ક્રેડિટ સ્કોર ચેક કરવાનો રહેશે.

આ પણ વાંચો, કોરોનાને કારણે આ દેશમાં રોકડની અછત, પેટનો ખાડો પુરવા લોકો વેચી રહ્યા છે સોનું

 

 
First published: April 17, 2020, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading