અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા જરૂરી તમામ પગલાં ભરવા માટે RBI તૈયારઃ શક્તિકાંત દાસ

News18 Gujarati
Updated: September 16, 2020, 1:01 PM IST
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા જરૂરી તમામ પગલાં ભરવા માટે RBI તૈયારઃ શક્તિકાંત દાસ
RBI ગવર્નરે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધાર હજુ પૂરી ગતિમાં નથી આવ્યો, તે ધીમે-ધીમે આગળ વધશે

RBI ગવર્નરે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધાર હજુ પૂરી ગતિમાં નથી આવ્યો, તે ધીમે-ધીમે આગળ વધશે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થા (Indian Economy)ને પાટા પર લાવવાના પ્રયાસમાં લાગેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das)એ બુધવારે કહ્યું કે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જે પણ પગલાં ભરવાની જરૂર હશે, રિઝર્વ બેન્ક તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધાર હજુ પૂરી ગતિમાં નથી આવ્યો, તે ધીમે-ધીમે આગળ વધશે.

શક્તિકાંત દાસે ખાનગી ક્ષેત્રને આગળ આવીને અર્થવ્યવસ્થામાં સુધારની ગતિ વધારવામાં યોગદાન આપવા માટે કહ્યું. દાસે કહ્યું કે આરબીઆઈ તરફથી સતત મોટી સંખ્યામાં રોકડની ઉપલબ્ધિ કરાવવાથી સરકાર માટે ઓછા દર પર અને કોઈ મુશ્કેલી વગર મોટાપાયે ઉધારી સુનિશ્ચિત થઈ શકી છે. ગત એક દશકમાં આ પહેલી પ્રસંગ છે જ્યાં ઉધારી ખર્ચ આટલો ઓછો થયો છે.

આ પણ વાંચો, Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકતતેઓએ કહ્યું કે, વધુ રોકડની ઉપલબ્ધતાથી સરકારી ઉધારી ખર્ચ ખૂબ ઓછો થયો છે અને આ સમય બોન્ડ પ્રતિફળ છેલ્લા 10 વર્ષના નીચલા સ્તર પર છે. દાસે કહ્યું કે જીડીપીના આંકડાથી અર્થવ્યવસ્તા પર કોવિડ-19ના પ્રકોપના સંકેત મળ્યા છે.

આ પણ વાંચો, બિલ ગેટ્સના પિતાનું 94 વર્ષની ઉંમરે નિધન, અલ્ઝાઇમરથી હતા પીડિત

રિઝર્વ બેન્કના ગવર્નરે કોવિડ-19 બાદ અર્થવ્યવસ્થાની ગતિ તેજ કરવા માટે પ્રાઇવેટ ક્ષેત્રને રિસર્ચ અને ઇનોવેશન, ફુડ પ્રોસેસિંગ અને પર્યટન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે કહ્યું છે. તેઓએ કહ્યું કે પર્યટન ક્ષેત્રમાં વ્યાપક શક્યતાઓ છે અને ખાનગી ક્ષેત્રને તેનો લાભ ઉઠાવવો જોઈએ.
Published by: Mrunal Bhojak
First published: September 16, 2020, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading