નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ મંગળવારે સંસદની સ્ટેન્ડિંગ કમિટી (સ્થાઈ સમિતિ)ની સમક્ષ રજૂ થયા અને નોટબંધી તથા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ફસાયેલી લોન (એનપીએ)ની સ્થિતિ સહિત અન્ય મામલાઓ વિશે જાણકારી આપી. એનડીટીવીના અહેવાલ મુજબ, આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે નોટબંધીને લઈને કહ્યું કે નોટબંધીનો પ્રભાવ ક્ષણિક હતો. મૂળે, ઉર્જિત પટેલને 12 નવેમ્બરે સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેવાનું હતું.
આરબીઆઈ ગર્વનરે કમિટીને સૂચિત કરી છે કે નોટબંધીનો પ્રભાવ ક્ષણિક હતો. જોકે, તેઓએ કોઈ પણ ક્ષેત્ર માટે ક્રેડિટ માપદંડોમાં રાહત આપવા વિશે વાત નથી કરી. આ ઉપરાંત, ઉર્જિત પટેલ RBIની સેક્શન 7 વિશે કંઈ પણ ન બોલ્યા.
પેનલમાં બેઠેલા સાંસદોએ આરબીઆઈ ગવર્નરને આરબીઆઈથી સંકળાયેલા તમામ પડકારો અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર અનેક સવાલ પૂછ્યા. જોકે, તેઓએ સાંસદોને આશ્વાસન આપ્યું કે, તે આગામી 10થી 15 દિવસોની અંદર લેખિતમાં જવાબ આપશે.
એનડીટીવીના સૂત્રોએ કહ્યું કે, સંસદની સ્થાઈ સમિતિના એજન્ડામાં નવેમ્બર 2016માં જૂની 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવવી, આરબીઆઈમાં સુધાર, બેંકોમાં દબાણવાળી પરિસ્થિતિ તથા અર્થવ્યવસ્થાની સ્થિતિ સૂચીબદ્ધ છે. આરબીઆઈ ગવર્નર સમિતિ સમક્ષ એવા એવા સમયે રજૂ થઈ રહ્યા છે જ્યારે કેન્દ્રીય બેંક તથા નાણા મંત્રાલયની વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને મતભેદ છે. આ મુદ્દાઓમાં આરબીઆઈની પાસે પડેલા આરક્ષિત ભંડોળનો યોગ્ય આકાર હોય તથા લઘુ તથા મધ્યમ ઉદ્યોમો માટે લોનના નિયમોમાં ઢીલના મામલાઓ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસના સિનિયર નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી 31 સભ્યોની સમિતિના સભ્ય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર