કોરોના પર RBIએ ઉઠાવ્યા આ બે મોટા પગલાં, આગામી બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના

કોરોના વાયરસને (COVID-19)લઈને ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે (Shaktikanta Das) પ્રેસ કોન્ફરન્સ કરી

કોરોના વાયરસને લઈને ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસને (COVID-19)લઈને ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે (Shaktikanta Das) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. RBI ગર્વનરે કહ્યું હતું કે ભારત પણ કોરોના વાયરસની ઝપેટમાં છે. અત્યાર સુધી 100થી વધારે સંક્રમણના મામલા સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની અસર પર આરબીઆઈએ 2 મોટા પગલા ભર્યા છે. આ દરમિયાન તેમણે યસ બેંક સંકટ (YES Bank Crisis)ઉપર પણ વાત કરી હતી. યસ બેંકને લઈને તેમણે ડિપોઝીટર્સને કહ્યું હતું કે તેમની રકમ પૂરી રીતે સુરક્ષિત છે.

  કોરોના વાયરસ પર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ટુરિઝમ, હોસ્પિટેલિટી અને એરલાઇન્સ સહિત ઘણા સેક્ટર પર તેની અસર પડી રહી છે. વિત્તીય બજારનું સ્વાસ્થ્ય ઠીક રાખવા માટે આરબીઆઈએ જરુરી પગલાં ભર્યા છે.

  1. RBIએ જે બે પગલાં ભર્યા છે તેમાં સૌથી પહેલું એ છે કે આગામી 6 મહિના સુધી અમેરિકન ડોલરના સેલ બાય સ્વૈપ કરવામાં આવશે.
  2. RBI વર્તમાન વ્યાજ દરમાં 1 લાખ કરોડ રુપિયા સુધી ઘણા હપ્તામાં એલટીઆરઓ કરશે. આ પછી તેનું રિવ્યૂ પણ કરવામાં આવશે.

  આ પણ વાંચો - શેર બજારમાં હાહાકાર! સેન્સેક્સ 2713 પોઇન્ટ તૂટી બંધ, રોકાણકારોના ₹ 7.50 લાખ કરોડ ડૂબ્યા

  MPCની આગામી બેઠકમાં ઘટી શકે છે વ્યાજદર
  વ્યાજદરમાં કાપના મામલા પર પૂછવામાં આવેલા એક સવાલ પર તેમણે કહ્યું હતું કે કાનૂની રીતે આ નિર્ણય ફક્ત મૌદ્રિક સમીક્ષા નીતિ બેઠકમાં લેવામાં આવી શકાય છે. આગામી બેઠક થશે તો તેના પર વિચાર કર્યો નથી. જોકે તેમણે ઇશારો કર્યો હતો કે MPCની આગામી બેઠકમાં વ્યાજ દરમાં કાપ કરવામાં આવી શકે છે.

  RBI ગર્વનરે કહ્યું હતું કે આ પહેલા કોઈ બેંક સંકટમાં સ્થિતિમાં આવતી હતી તો તેનું વિલય કરી દેવામાં આવતું હતું. આ વખતે અમે આવા પગલાં ભર્યા નથી. અમે ઇચ્છીએ છીએ કે યસ બેંક (YES Bank)પોતાની ઓળખ બનાવી રાખે. ડિપાઝીટર્સની પુંજી પૂરી રીતે સુરક્ષિત છે. ભારતમાં બેન્કિંગ સેક્ટર પૂરી રીતે સુરક્ષિત છે. પબ્લિક સેક્ટરથી લઈને પ્રાઇવેટ સેક્ટર સુધી બધી બેંકો પૂરી રીતે સુરક્ષિત છે.
  Published by:Ashish Goyal
  First published: