ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને RBIની રાહત! કહ્યું- SC ફગાવી ચૂકી છે ડિજીટલ કરન્સીમાં આપ-લે ન કરવાનો આદેશ

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને RBIની રાહત! કહ્યું- SC ફગાવી ચૂકી છે ડિજીટલ કરન્સીમાં આપ-લે ન કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે આપી રાહત

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારને રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, આ ચેતવણી માટે તેના જે સર્ક્યુલર હવાલો આપી રહ્યા છે, તેને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે.

  • Share this:
દેશની સૌથી મોટી સરકારી કર્જદાતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC સહીત ઘણી બેન્કો દ્વારા પોતાના ગ્રાહકોને બિટકોઇન અને ડોગકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીની ખરીદીથી દૂર રહેવા માટે સાવચેત કરતા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા. સાથે જ ચેતાવણી આપી હતી કે વાત નહીં માનવા પર તેમના બેન્ક કાર્ડ્સ રદ્દ કરી દેવામાં આવશે. જે અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારને રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, આ ચેતવણી માટે તેના જે સર્ક્યુલર હવાલો આપી રહ્યા છે, તેને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે.

RBIના 2018ના પરિપત્રને 2020માં સુપ્રીમે ઠેરવ્યો ખોટો- રિઝર્વ બેન્કે કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે, ઘણી બેન્કોએ પોતાના ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સીની ખરીદીથી દૂર રહેવા માટે ચેતવણી આપતા ઇમેઇલ મોકલ્યા છે. વધુમાં જણાવ્યું કે, ચેતવણી નહીં માનવા પર તેમના કાર્ડ્સ રદ્દ કરી દેવામાં આવશે. આ માટે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 6 એપ્રિલ, 2018ના પરીપત્રનો હવાલો આપવામાં આવી રહ્યો છે. જેથી રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા 4 માર્ચ, 2020માં જ આ પરીપત્રને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. તેથી હવે આ પરીપત્રની કોઇ માન્યતા રહી નથી. આ પરીપત્ર દ્વારા હવે બેન્ક પોતાના ગ્રાહકોને ડીજિટલ કરન્સીની લેવડ દેવડ કરવાથી રોકી શકે નહીં.પાલન કરવાની આપી સલાહ-  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કો અને અન્ય સંસ્થાઓને કેવાયસી નિયમો, એન્ટિ મની લોન્ડ્રિંગ અને બીજા નિયમોનું કડકાઇથી પાલન કરવા આદેશ આપ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 2018ના પરીપત્રનો હવાલો આપી દેશના ઘણા સરકારી અને ખાનગી બેન્કોના ગ્રાહકોને ડિજીટલ કરન્સીથી દૂર રહેવાથી સલાહ આપી છે. સાથે જ અમુક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની સર્વિસ આપવાથી પણ ઇનકાર કર્યો છે. દેશના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીર-એક્સને આખો મહીનો પોતાના બેન્કિંગ પાર્ટનર્સ સાથે કસ્ટમર ફંડ્સને ડિપોઝીટ અને વિડ્રો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ પહેલા ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક સહિત ઘણી બેન્કોએ પોતાના ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરવા માટે પોતાના ગ્રાહકોને એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવાની પણ ચેતવણી આપી હતી.
Published by:News18 Gujarati
First published:June 01, 2021, 12:27 IST

ટૉપ ન્યૂઝ