Home /News /business /Olaની મુશ્કેલીઓ વધી, RBIએ ફટકાર્યો દોઢ કરોડ રૂપિયાથી વધુનો દંડ

Olaની મુશ્કેલીઓ વધી, RBIએ ફટકાર્યો દોઢ કરોડ રૂપિયાથી વધુનો દંડ

RBIએ ઓલાને ફટકાર્યો દંડ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઓલા ફાઇનાન્સિયલ સર્વિસીસ કેવાયસી સંબંધિત જાહેર કરાયેલા નિયમોનું પાલન કરી રહી નથી.

    ભારતીય રિઝર્વ બેંકે (RBI) ઓલા ફાઇનાન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ (Ola Financial Services) ને 1.67 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ જણાવ્યું હતું કે પ્રીપેઇડ પેમેન્ટ સિસ્ટમ અને નો યોર કસ્ટમર (KYC) નિયમો સાથે સંબંધિત જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓલા ફાઇનાન્શિયલ સર્વિસિસ એપ ઓલાની સહયોગી કંપની છે, જે બેઝ કેબ સર્વિસ આપે છે. તે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો ઉપરાંત વ્યક્તિગત લોન પણ પૂરી પાડે છે.

    પહેલા ફટકારી હતી નોટિસ


    રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઓલા ફાઇનાન્સિયલ સર્વિસીસ કેવાયસી સંબંધિત જાહેર કરાયેલા નિયમોનું પાલન કરી રહી નથી. સેન્ટ્રલ બેન્કના જણાવ્યા અનુસાર આ અંગે કંપનીને અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે, નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેને દંડ કેમ ન ફટકારવામાં આવે.

    આ પણ વાંચો -સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં સોના-ચાંદીનો આજનો રેટ

    આરબીઆઈના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા


    આરબીઆઈએ કહ્યું કે, "કંપનીના જવાબ પર વિચાર કર્યા પછી નિષ્કર્ષ આવ્યું છે કે નિર્દેશોના અમલીકરણમાં ગંભીરતા દાખવવામાં આવી નથી અને ઓલા પર દંડ લાદવો જરૂરી છે." કેન્દ્રીય બેંકે કહ્યું કે, નિયમનકારી પાલનમાં ક્ષતિઓ માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેનો હેતુ તેના ગ્રાહકો સાથે ઓલા ફાઇનાન્શિયલ સર્વિસીસના કોઈપણ વ્યવહારની કાયદેસરતા પર સવાલ ઉઠાવવાનો નથી.

    ઉલ્લેખનીય છે કે, કંપનીને પહેલા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે, આ પહેલો કેસ નથી કે ઓલા પર આ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો હોય. આ પહેલા 27 ઓગસ્ટ 2021 અને 25 ફેબ્રુઆરી 2016ના રોજ ઓલા ફાઈનાન્સ પર પણ દંડ લગાવવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો -આજે પોઝિટીવ હશે બજારનો મૂડ, રિકવર થયા બાદ સેન્સેક્સ 54 હજારને પાર જઈ શકે છે

    RBIએ આ બેંકો પર લગાવ્યો દંડ


    આ પહેલા આરબીઆઈએ સોમવારે ત્રણ કોઓપરેટિવ બેંકોને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બેંકો પર લાદવામાં આવેલા દંડમાં નાસિક મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક, મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક અને નેશનલ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનો સમાવેશ થાય છે.
    First published:

    Tags: Ola

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો