ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ RBIએ HDFC બેંકને રૂ.1કરોડનો દંડ કર્યો

પ્રતિકાત્મક તસવીર

આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેન્કને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : RBIએ બેંકિંગ વ્યવસ્થાઓને સબળ કરવાના હેતુથી નિર્દેશોનું પાલન ન કરનાર બેંકો પર કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે RBI દ્વારા HDFC બેંકને રૂપિયા એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેન્કિંગ વિનિમય અધિનિયમન , 1949ની કલમ 46(4)(i) અને સાથે જ કલમ 47 (એ) (સી) અંતર્ગત આરબીઆઈએ પોતાની સત્તાનો ઉપયોગ કરતા આ દંડ ફટકાર્યો હતો.

  RBIએ આ વર્ષે કોટક મહિન્દ્રા બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, એસબીઆઈ, કૉર્પોરેશન બેન્ક, અલાહબાદ બેન્ક સહિત 40થી વધુ બેન્કોને દંડ ફટકાર્યો છે. જોકે, આરબીઆઈએ કરેલી પેનલ્ટીની એચડીએફસી બેન્કોના શેર પર નકારાત્મક અસર પડી નથી.

  આરબીઆઈએ લોકોને આપી ચેતવણી
  કેન્દ્રીય બેંકે પોતાની વેબસાઇટ પર લોકોને બેંકો દ્વારા થતી છેતરપિંડી અંગે ફરિયાદ કરવા માટે જણાવ્યું છે. આરબીઆઈ દ્વારા કેવાયસી, મની લોન્ડ્રિંગ વિરોધી નિયમન અને છેતરપિંડી અંગે માહિતી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એચડીએફસી બેંકને દંડ કર્યો છે. જ્યારે એચડીએફસી બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંક દ્વારા પોતાની આંતરિક વ્યવસ્થાને મજબૂત કરવા માટે કડક પગલા ભર્યા છે, જેથી આવી ઘટના ફરી ન ઘટે.
  Published by:Jay Mishra
  First published: