Home /News /business /RBIએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કરવાની સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર કરી

RBIએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કરવાની સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર કરી

RBIએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કરવાની સમય મર્યાદા વધારી

સમય મર્યાદામાં વધારો કરતા તમામ સ્ટેકહોલ્ડર નાણાકીય લેવડ દેવડ કરી શકશે. ટોકન પર આધારિત નાણાકીય લેવડ દેવડ કરી શકશે. નાણાકીય લેવડ દેવડ કર્યા બાદની તમામ એક્ટિવિટીને પૂર્ણ કરવા માટે અન્ય વિકલ્પ લાગુ કરવાનો રહેશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ટોકનાઈઝેશન માટેની સમય મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર, 2022 કરી દીધી છે. RBIએ આ મામલે શુક્રવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કાર્ડધારકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અગાઉ RBIએ તમામ વેપારીઓ અને એગ્રીગ્રેટર્સ માટે તમામ વ્યવહારને પૂર્ણ કરવા માટે સમય મર્યાદા (RBI set a deadline) 30 જૂન નક્કી કરી હતી.

સમય મર્યાદામાં વધારો કરતા તમામ સ્ટેકહોલ્ડર નાણાકીય લેવડ દેવડ કરી શકશે. ટોકન પર આધારિત નાણાકીય લેવડ દેવડ કરી શકશે. નાણાકીય લેવડ દેવડ કર્યા બાદની તમામ એક્ટિવિટીને પૂર્ણ કરવા માટે અન્ય વિકલ્પ લાગુ કરવાનો રહેશે. લેવડ દેવડ કર્યા બાદની એક્ટિવિટીમાં ચાર્જબેન્ક હેન્ડલિંગ અને સેટલમેન્ટ શામેલ હશે. જેમાં કાર્ડ ઈશ્યુઅર અને કાર્ડ નેટવર્ક શામેલ નહીં હોય, પરંતુ CoF ડેટાની વિગત શામેલ હશે. ટોકન બનાવવા અને નાણાકીય લેવડ દેવડ માટે લોકોમાં જાગૃતતા આવે તે જરૂરી છે.

આ પણ વાંચો -સોનાના ભાવમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં આજે સોના-ચાંદીનો ભાવ

RBIએ જણાવ્યું છે કે, કાર્ડધારકોને કાર્ડને ટોકન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કહ્યું છે કે, ટોકનાઈઝેશનની પ્રક્રિયા સારી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 19.5 કરોડ ટોકન બનાવવામાં આવ્યા છે. કાર્ડધારક ટોકન બનાવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જે લોકો ટોકન બનાવવા ઈચ્છતા નથી તે લોકો નાણાકીય લેવડ દેવડ કરતા સમયે મેન્યુઅલ રૂપે કાર્ડની વિગતો રજિસ્ટર કરી શકે છે.

ઓનલાઈન પેમેન્ટ ચેઈનમાં વેપારીઓ સહિત અનેક સંસ્થાઓ દ્વારા કાર્ડના નંબર અને તેની ડેડલાઈન સ્ટોર કરી શકાય છે. કાર્ડની વિગતો સ્ટોર થવાને કારણે કાર્ડનો ડેટા ચોરી થવાનો અથવા તેનો દુરુપયોગ થવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો -આજે શેરબજારમાં તેજીના એંધાણ, આ સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર

RBI એ જણાવ્યું કે, વેપારીઓ દ્વારા આ તમામ ડેટા સ્ટોર કરવામાં (data stored by merchants) આવે છે. જેથી તે ચોરી થવાની સંભાવના રહે છે. અનેક જ્યુરિશડિક્શન કાર્ડથી લેવડ દેવડ કરવા માટે ઓથેન્ટીકેશન (Additional Factor of Authentication) ચેક કરતા નથી. ઓથેન્ટીકેશન ચેક ના કરવાને કારણે અનેક ફ્રોડ થઈ શકે છે અને ઓનલાઈન લેવડ દેવડ પણ કરી શકે છે.

ટોકનાઈઝેશન કરવાથી કાર્ડની ડિટેઈલને એક કોડમાં કન્વર્ટ કરવામાં આવે છે. જેનાથી કાર્ડની ડિટેઈલ અન્ય કોઈ વ્યક્તિ ચોરી કરી શકતી નથી.
First published:

Tags: Credit Cards, Debit Cards

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો