Home /News /business /Bank Holidays: જાન્યુઆરી 2023માં 11 દિવસ બેંકોમાં રજા! આ રીતે કરજો પ્લાનિંગ, નહિ તો થશે ધક્કો

Bank Holidays: જાન્યુઆરી 2023માં 11 દિવસ બેંકોમાં રજા! આ રીતે કરજો પ્લાનિંગ, નહિ તો થશે ધક્કો

જાન્યુઆરી 2023માં બેંક કુલ 11 દિવસ માટે બંધ રહેવાની છે.

Bank Holidays: ઘણા રાજ્યોમાં જાન્યુઆરીમાં બેંકો 11 દિવસ બંધ રહેશે. જાન્યુઆરીની 11 રજાઓમાંથી રવિવાર અને બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો 7 દિવસ બંધ રહેશે. બાકીના 4 દિવસમાં સરકારી અને સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે.

Bank Holidays in January 2023: ઘણા રાજ્યોમાં જાન્યુઆરી મહિનામાં બેન્ક 11 દિવસ માટે બંધ રહેવાની છે. તેમાં દરેક રવિવાર અને બીજો-ચોથો શનિવારની ગણતરી કરાયેલ છે. એટલે કુલ 11 માંથી 7 દિવસ તો શનિવાર અને રવિવારને લીધે બંધ રહેશે. બાકીના 4 દિવસમાં સરકારી રજા અથવા લોકલ તહેવારના લીધે બંધ રહેવાની છે. જેમાં મકરસંક્રાંતિ અને પ્રજાસતાક દિવસની રજાઓ રહેશે. ચાલો જાણીએ રજાઓનું આખું લિસ્ટ.

કુલ 11 દિવસ રજા રહેશે


નવા વર્ષના પહેલા મહિના જાન્યુઆરી 2023માં બેન્ક કુલ 11 દિવસ માટે બંધ રહેવાની છે. આ 11 દિવસમાં સરકારી, પ્રાઇવેટ, અર્ધ સરકારી સહિતની તમામ બેંકો બંધ રહેવાની છે. નવા વર્ષની ઉજવણીને લીધે પણ બેંક 1 જાન્યુઆરીએ બંધ રહેવાની છે. જો કે આ વખતે નવું વર્ષ રવિવારે છે.

આ પણ વાંચો:Social Stock Exchange: સોશિયલ સ્ટોક એક્સચેન્જને મંજૂરી, જાણો કેવી રીતે મળશે કમાણીનો મોકો

રજાઓનું લિસ્ટ


1   જાન્યુઆરી : પહેલો રવિવાર

8   જાન્યુઆરી : બીજો રવિવાર

14 જાન્યુઆરી : બીજો શનિવાર

15 જાન્યુઆરી : ત્રીજો રવિવાર

22 જાન્યુઆરી : ચોથો  રવિવાર

28 જાન્યુઆરી : ચોથો શનિવાર

29 જાન્યુઆરી : પાંચમો રવિવાર

આ પણ વાંચો:Credit Card: ક્રેડિટ કાર્ડનું બિલ છેલ્લી તારીખ સુધી નથી ભરી શક્યા? તો ચિંતા નહીં આ ટ્રિકથી પેનલ્ટીથી બચી જશો

તહેવારોની રજાઓ


2 જાન્યુઆરી   : સોમવાર - નવા વર્ષની ઉજવણી - આઈઝોલ

3 જાન્યુઆરી   : મંગળવાર - ઈમોઈનુ ઇરુત્પા - ઇમ્ફાલ

4 જાન્યુઆરી   : બુધવાર - ગણ નગાઈ - ઇમ્ફાલ

26 જાન્યુઆરી : ગુરુવાર - પ્રજાસત્તાક દિવસ

ઓનલાઇન વહીવટ થઇ શકશે


જાન્યુઆરીના 2023ના મહિનામાં ભલે બેંકો 11 દિવસ માટે બંધ હોય પરંતુ ગ્રાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, તેઓ ઓનલાઇન નેટ બેન્કિંગ કે અન્ય ઓનલાઇન માધ્યમોથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. જેમાં ઈન્ટરનેટના ઉપયોગ વડે આપ સુવિધા મેળવી શકો છો.


આરબીઆઇએ જાહેર કર્યું લિસ્ટ


રજાઓ સંબંધિત માહિતી આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં અમુક દિવસે ચોક્કસ રાજ્યોમાં અને અમુક દિવસે તમામ બેંકો બંધ રહેવાની છે. ગ્રાહકો માટે બેન્ક સંબંધિત કાર્ય કરતા પહેલા રજાઓ સંબંધિત માહિતી જાણી લેવી અતિ જરૂરી છે.
First published:

Tags: Bank Bandh, Bank Holiday List, Business news