Home /News /business /RBIની ભેટ! વ્યાજદરોમાં 0.35%નો ઘટાડો, ઝડપથી ઘટી જશે તમારો EMI

RBIની ભેટ! વ્યાજદરોમાં 0.35%નો ઘટાડો, ઝડપથી ઘટી જશે તમારો EMI

શક્તિકાંત દાસ (આરબીઆઈ ગવર્નર)

રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદમાં રેપો રેટનો દર 5.40 ટકા થયો છે.

    દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી ભેટ આપતા વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદમાં રેપો રેટ 5.40 ટકા થયો છે. સતત ચોથી વખત એવું બન્યું છે કે વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગત ત્રણ બેઠકમાં MPC રેપો રેટમાં 0.25- 0.25 ટકાનો ઘટાડો કરી ચુકી છે. આરબીઆઈએ 2019ના વર્ષમાં જીડીપી ગ્રોથ રેટનાં લક્ષ્યમાં પણ ઘટાડો કર્યો છે.

    વ્યાજદર (રેપો પેટ)માં ઘટાડાનો સીધો મતલબ એવો થાય કે હવે બેંકો જ્યારે પણ આરબીઆઈ પાસેથી ફંડ લેશે, તેમને નવા દરે ફંડ મળશે. સસ્તા દરે ફંડ મળવાનો લાભ બેંકો પોતાના ગ્રાહકોને આપે છે. આના પરિણામ સ્વરૂપે તમારા ઈએમઆઈમાં ઘટાડો થશે. આ જ કારણે જ્યારે જ્યારે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે તમારો ઈએમઆઈ ઘટી જાય છે. ફ્લોટિંગ દરે લેવામાં આવેલી લોનના ઇએમઆઈમાં ઘટાડો થશે. જોકે, આ માટે  બેંકો વ્યાજદરોમાં ઘટાડો કરે તે જરૂરી છે.

    આ કારણે વ્યાજદરમાં ઘટાડો થયો

    આરબીઆઈએ મોંઘવારીના દરો કાબૂમાં રહેતા રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદમાં રેપો રેટ 5.40 ટકા થઈ ગયો છે. આવું થતાં સામાન્ય લોકો સસ્તા દરે બેંકોમાંથી લોન લઈ શકે છે, તેમજ જે લોકો હપ્તા ભરી રહ્યા છે તેમનો હપ્તો ઓછો થશે.

    જીડીપી ગ્રોથનું અનુમાન

    નાણાકીય વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથ રેટ 7.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પહેલા રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં જીડીપી રેટ 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જીડીપી ગ્રોથ રેટ 7.2થી 7.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Repo rate, Reserve bank of india, આરબીઆઇ, હોમ લોન

    विज्ञापन
    विज्ञापन