RBIએ વ્યાજના દરમાં કર્યો 0.25%નો ઘટાડો, ઘટી જશે તમારો EMI

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી સંતોષકારક સ્તર પર છે, જેના કારણે મધ્યસ્થ બેંક પરંપરાગત રીત કરતા વ્યાજદરોમાં વધારે ઘટાડો જાહેર કરી શકે છે.

News18 Gujarati
Updated: June 6, 2019, 1:54 PM IST
RBIએ વ્યાજના દરમાં કર્યો 0.25%નો ઘટાડો, ઘટી જશે તમારો EMI
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી સંતોષકારક સ્તર પર છે, જેના કારણે મધ્યસ્થ બેંક પરંપરાગત રીત કરતા વ્યાજદરોમાં વધારે ઘટાડો જાહેર કરી શકે છે.
News18 Gujarati
Updated: June 6, 2019, 1:54 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : દેશની મધ્યસ્થ બેંક (Reserve Bank of India) સામાન્ય લોકોને લઈને આજે મોટો નિર્ણય લીધો છે.  RBIએ આજે મળેલી બેઠક બાદ રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈની જાહેરાત બાદ રેપો રેટ 6%માંથી ઘટીને 5.75% થયો છે. સતત ત્રીજી વખત એવું બન્યું છે કે  વ્યાજના દરોમાં થયો છે. આરબીઆઈની જાહેરાત બાદ હવે તમારી હોમલોનનો માસિક હપ્તો ઓછો થશે.

આર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે આરબીઆઈના અંદાજ કરતા મોંઘવારી નીચે છે. દેશના ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો નોંધાયો છે. એવા સમયે દેશના આર્થિક વિકાસને પાટે ચડાવવા માટે વ્યાજના દરોમાં ઘટાડો કરવો જરૂરી હતો. વ્યાજદરમાં ઘટાડાનો મતલબ થાય છે કે હવે બેંકો જ્યારે પણ આરબીઆઈ પાસેથી ફંડ મેળવશે, તેમને નવા દર સાથે ફંડ મળશે. બેંકો પોતાને મળતો ફાયદો પોતાના ગ્રાહકોને પણ આપશે. જેના કારણે ઓછા દરમાં લોન મળવી તેમજ વર્તમાન EMI પણ ઘટી શકે છે. આ જ કારણે જ્યારે પણ રેપો રેટ ઘટે છે ત્યારે લોન લેવી સસ્તી થાય છે. સાથે જ ફ્લોટિંગ રેટ પર લીધેલી લોનના હપ્તામાં પણ ઘટાડો થાય છે.

વ્યાજદરોમાં ઘટાડો નક્કી!

અમેરિકાની સંશોધક પેઢી બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે RBI વ્યાજના દરમાં 0.35 ટકા ઘટાડો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી સંતોષકારક સ્તર પર છે, જેના કારણે મધ્યસ્થ બેંક પરંપરાગત રીત કરતા વ્યાજદરોમાં વધારે ઘટાડો જાહેર કરી શકે છે.

ગ્રાહકો પર શું અસર પડશે?

1) વર્તમાન ગ્રાહકો જો MCLR સાથે જોડાયેલા છે તો તેમનો EMI ઓછો થશે. જોકે, તેના માટે બેંક MCLRમાં ઘટાડો કરે તે જરૂરી છે. પરંતુ ગ્રાહકોને ત્યારે જ ફાયદો મળશે જ્યારે લોનની રીસેટ તારીખ આવશે. સામાન્ય રીતે બેંક છ મહિના કે પછી વર્ષ સુધી MCLRનો દર જાળવી રાખવાની શરત સાથે લોન આપતી હોય છે. એટલે કે રીસેટ તારીખે જે વ્યાજદર લાગૂ હશે તે પ્રમાણે ગ્રાહકોને ફાયદો મળશે.
Loading...

 

2) જે લોકોની લોને બેસ રેટ અથવા BPLR(બેંચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ) સાથે જોડાયેલી છે તેમણે પોતાની લોન MCLRમાં આધારિત વ્યવસ્થામાં ફેરવવા અંગે વિચાર કરવો જોઈએ. કારણ કે નવી વ્યવસ્થામાં વધારે પારદર્શકતા છે. જેમાં પોલીસી રેટમાં ઘટાડાનો અસર તાત્કાલિક જોવા મળે છે.

3) નવા ગ્રાહકો MCLR પ્રમાણે હોમ લોન લઈ શકે છે. તેમની પાસે એક્સટર્નલ બેંચમાર્ક વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાનો પણ વિકલ્પ છે. જોકે, આ માટે તેમણે થોડી રાહ જોવી પડશે. આ વ્યવસ્થા અંગે નિયમો આવવાના બાકી છે.



જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્ર છે, તેઓ લોન લેવા અંગે વિચારી શકે છે. આ સ્કીમમાં લોન લેવા પર વ્યાજ સબસીડી મળે છે. સરકારે આ સ્કિમની મર્યાદા 31મી માર્ચ, 2020 સુધી વધારી દીધી છે.
First published: June 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...