RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કર્યા, રિઅલ એસ્ટેટ માટે મોટી રાહતની જાહેરાત

કૉમર્શિયલ રિયલ્ટી લોન લેનારા માટે મોટો નિર્ણય લેવાયો, યોગ્ય કારણોથી વિલંબ પર લોન ડાઉનગ્રેડ નહીં થાય

કૉમર્શિયલ રિયલ્ટી લોન લેનારા માટે મોટો નિર્ણય લેવાયો, યોગ્ય કારણોથી વિલંબ પર લોન ડાઉનગ્રેડ નહીં થાય

  • Share this:
    નવી દિલ્હી : રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની 4થી 6 ફેબ્રુઆરી સુધી ચાલેલી બેઠક બાદ વ્યાજ દરો પર નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક (RBI Monetary Policy LIVE Updates)માં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. MPCના તમામ 6 સભ્યો વ્યાજ દરોમાં ફેરફાર નહીં કરવાના પક્ષમાં છે. આરબીઆઈએ રેપો રેટને 5.15 ટકા પર બરકરાર રાખ્યો હતો. બીજી તરફ, રિવર્સ રેપો રેટ 4.90 ટકા પર બરકરાર છે. રિઝર્વ બેંકે CRR 4 ટકા અને SLR 18.5 ટકા પર કાયમ રાખ્યા છે. RBIએ આ પહેલા સતત પાંચ વાર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. આરબીઆઈનો નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે બજેટ રજૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ દેશનો જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તરે છે. સાથોસાથ મોંઘવારી દર ડિસેમ્બર 2019માં વધીને 7.35 ટકા થઈ ગઈ છે.

    રિઅલ એસ્ટેટ માટે મોટી જાહેરાત

    કૉમર્શિયલ રિયલ્ટી લોન લેનારા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગ્ય કારણોથી વિલંબ પર લોન ડાઉનગ્રેડ નહીં થાય. આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ 6 ટકા રહેવાનું અનુમાન છે.



    RBIને મોંઘવારી દર કન્ટ્રોલમાં લાવવાની આશા

    પૉલિસીમાં MPCએ માન્યું કે મોંઘવારી દર ડિસેમ્બર 2019માં નિયત ટાર્ગેટ ઉપર જતો રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ ડુંગળીના ભાવમાં તેજી છે. MPCએ કહ્યું કે આવનારા સપ્તાહોમાં ડુંગળીના ભાવ ઘટી શકે છે કારણ કે સપ્લાય વધી છે.

    આ પણ વાંચો, શું તમે જાણો છો કે સરકાર પોતાની કમાણી ક્યાંથી કરે છે?
    Published by:Mrunal Bhojak
    First published: