Home /News /business /નોટ પર કંઈ પણ લખ્યું તો તે નકામી થઈ જાય? તમારી મોટી શંકાનું સમાધાન ખુદ સરકારે કર્યું
નોટ પર કંઈ પણ લખ્યું તો તે નકામી થઈ જાય? તમારી મોટી શંકાનું સમાધાન ખુદ સરકારે કર્યું
નોટ પર આવું કંઈપણ લખ્યું હોય અને બેંકમાં લેવાની ના પાડી શકે?
RBI Clean Note Policy: તમને પણ ક્યારેક એવો અનુભવ થયો હશે કે તમારા પાસે કોઈ ચલણી નોટ આવી ગઈ હોય જેમાં લખાણ લખેલું હોય તો તેને વટાવવમાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને ઘણીવાર તો બેંકવાળા પણ આવી નોટ લેવાની ના પાડી દે છે. જોકે હવે આ અંગે RBIએ મોટી ચોખવટ કરી છે.
સરકારે ક્લીન નોટ પોલિસી અંતર્ગત લોકોને નોટ પર કંઈ જ ન લખવાનો આગ્રહ કર્યો હતો. જોકે ત્યારબાદ આ અંગે લોકોએ જુદા જુદા અર્થ કાઢ્યા આવી નોટને પૂર્ણરુપે નકામી અને બેકાર ગણાવવાનું શરું કરી દીધું હતું. જોકે હવે આ મામલે સરકાર તરફથી મોટી સ્પષ્ટતા આવી છે. આ મામલે જુદી જુદી અફવાઓને સોઈ ઝાટકીને ખંખેરી નાખતા રવિવારે સ્પષ્ટતા કરી કે નોટ પર કંઈપણ પ્રકારનું લખાણ કરવાથી કે હોવાથી તે નોટ ઈનવેલિડ કે નકામી બની જતી નથી.
આ મામલે વધુ સ્પષ્ટતા કરતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ધ ગર્વન્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે RBIની નવી પોલિસી અંતર્ગત એવો કોઈ નિયમ નથી કે ચલણી નોટ પર કોઈ નિશાન કે કંઈ ઘસવાથી તે નોટ ઈનવેલિડ બની જાય છે. હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી પોલિસી મુજબ ચલણી નોટ પર કોઈપણ પ્રકારનું લખાણ નોટને ઇનવેલિડ અથવા તો ગેરકાયદે બનાવે છે.
આ મેસેજ અંગે વાત કરતાં PIBનાં સત્તાવાર ફેક્ટ ચેક હેન્ડલ દ્વારા માહિતી આપવામાં આવી કે 'ચલણી નોટ પર કોઈપણ પ્રકારના લખાણથી તે નોટ ગેરકાયદે કે નકામી બનતી નથી.' જોકે આ સાથે જણાવવામાં આવ્યું કે RBIની ક્લીન નોટ પોલિસી છે અને તે અંતર્ગત કોઈપણ ચલણી નોટ વધુ લાંબો સમય વ્યવહારમાં ચાલે માટે લોકોને સલાહ આપવામાં આવે છે કે તેમણે નોટ પર કોઈ લખાણ કરવું જોઈએ નહીં. આમ કરવાથી નોટ નકામી તો બનતી નથી પરંતુ તે જલ્દીથી જીર્ણ બની જાય છે અને તેના કારણે નોટ પાછળ કરવામાં આવેલ ખર્ચ ભારણ સ્વરુપ બને છે.
પીઆઈબી ફેક્ટ ચેક હેન્ડલ દ્વારા કહેવામાં આવ્યું કે 'આરબીઆઈની ક્લીન નોટ પોલિસી અંતર્ગત લોકોને વિનંતી કરવામાં આવે છે કે નોટ પર કોઈપણ પ્રકાનું લખાણ ન કરવું જોઈએ. કારણ કે આમ કરવાથી ચલણી નોટનું આયુષ્ય ઓછું થાય છે અને તેના કારણે નવી નોટ છાપવાનું ભારણ વધે છે.'
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર