બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરાવનાર લોકો ધ્યાન રાખે! RBIએ FD સાથે જોડાયેલ નિયમમાં કર્યો ફેરફાર

પ્રતિકાત્મક તસવીર

જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ (FD) કરાવી છે અથવા તમે ફિક્સ્ડ ડિપોઝીટ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે

  • Share this:
નવી દિલ્હી : જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ (FD) કરાવી છે અથવા તમે ફિક્સ્ડ ડિપોઝીટ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI)શુક્રવારે ફિક્સ્ડ ડિપોઝીટ સાથે જોડાયેલ નિયમમાં ફેરફાર કર્યો છે. RBIએ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટની મુદત પૂરી થયા બાદ દાવા વગરની રકમ પર વ્યાજના નિયમોમાં બદલાવ કર્યો છે. નવા નિયમ અનુસાર મેચ્યોરિટીની તારીખ પૂરી થવા છતા તે રકમનો દાવો ના કરવામાં આવે તો આ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ ઓછુ મળશે.

RBIએ સર્ક્યુલરમાં આ નિર્ણયની વિગતો આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જો ફિક્સ્ડ ડિપોઝીટ મેચ્યોર (FD maturity) થાય છે અને રકમની ચૂકવણી કરવામાં આવતી નથી કે કોઈપણ દાવા વગર બેંકમાં રહે છે તો, તેના પર વ્યાજ દર સેવિંગ એકાઉન્ટ અનુસાર અથવા ફિક્સ્ડ ડિપોઝીટ મેચ્યોર થાય તે વ્યાજ દર બંનેમાંથી જે વ્યાજ દર ઓછો હોય તે વ્યાજ દર લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો - સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

નવા નિયમ તમામ બેંકમાં લાગુ

નવા નિયમ તમામ વાણિજ્યિક બેંક, લઘુ નાણાંકીય બેંક, સહકારી બેંક, સ્થાનિક ક્ષેત્રીય બેંકમાં જમા રકમ પર લાગુ થશે. ફિક્સ ડિપોઝીટમાં રકમ જમા કરવામાં આવી છે જે બેંકમાં નિશ્ચિત સમય અવધિ માટે નક્કી કરેલ વ્યાજ પર રાખવામાં આવે છે. તેમાં આવર્તી, સંચયી, પુનર્નિવેશ જમા અને રોકડ પ્રમાણ પત્ર જેવી રકમ પણ સામેલ છે.

રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝીટનો વિકલ્પ

રૂપિયાનું રોકાણ કરવા માટે મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝીટ (FD)નો વિકલ્પ પસંદ કરે છે. રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝીટ (FD)ને સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. જે રોકાણકારો જોખમથી બચવા ઈચ્છે છે તે લોકો માટે ફિક્સ્ડ ડિપોઝીટ (FD) સારો વિકલ્પ છે. રોકાણકારો પાસે રૂપિયા જમા કરવા અને રિટર્ન માટે અનેક વિકલ્પ છે. ફિક્સ્ડ ડિપોઝીટ (FD)માં રોકાણ કરવા માટે ઊંચો વ્યાજદર ખૂબ જ આકર્ષક હોય છે. તેમાં રોકાણ કરવામાં આવેલ રકમ સુરક્ષિત રહે છે, સુનિશ્ચિત લાભ મળે છે અને રોકાણ કરવામાં સરળતા રહે છે. આ ફિક્સ્ડ ડિપોઝીટ (FD) પર શેરબજારની કોઈ અસર પડતી નથી.
First published: