નવી દિલ્હી : આગામી તા. 1 ઓગસ્ટ 2021થી નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (National Automated Clearing House-NACH) અઠવાડિયામાં સાતેય દિવસ ચાલુ રહેશે. જેના કારણે બેન્કિંગ હોલીડેના દિવસે પણ કર્મચારીઓના પગાર થઈ જશે. કર્મચારીઓ માટે આ રાહતના સમાચાર છે. થોડા સમય પહેલા જ રિઝર્વ બેન્ક (RBI) દ્વારા NACH સેવા અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રાખવાની જાહેરાત થઈ હતી. જેના કારણે હવે 1 ઓગસ્ટથી રવિવારે કે અન્ય કોઈ બેંક હોલીડે હશે તો પણ પગાર, પેન્શન, ડિવિડન્ટ અને વ્યાજના પૈસા બેંકમાં જમા થશે.
NACHનું કામ શું છે?
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત NACHના માધ્યમથી સેલેરી, પેન્શન, વ્યાજ અને ડિવિડન્ટ જેવી બલ્ક ચુકવણી કરવામાં આવે છે.
આ નિયમ બદલાયા
રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નવી મોનેટરી પોલિસીની સમીક્ષા વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગ્રાહકોને સુવિધા અને RTGSનો પૂર્ણ લાભ મળે તે માટે આગામી તા.1 ઓગસ્ટ 2021થી અઠવાડિયામાં સાતેય દિવસ NACH ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે, NACH ડીબીટીના લોકપ્રિય માધ્યમ તરીકે સામે આવ્યું છે. આ વ્યવસ્થાના કારણે ઘણા લોકો સુધી સરકારી સબસિડી પહોંચાડવા મદદ મળી છે.
ઉલ્લેખનીય છે કે, NACHના માધ્યમથી વીજળી, ગેસ, ટેલિફોન, પાણી, લોનના હપ્તા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટનું કલેક્શન પણ થાય છે. ATMમાંથી પૈસા કાઢવાના નિયમ બદલાશે
RBIના નવા નિયમ મુજબ હવે ગ્રાહકો દર મહિને પોતાની બેંકના ATMમાંથી 5 વખત ફ્રી ટ્રાન્જેક્શનનો ફાયદો ઉઠાવી શકે છે. ત્યારબાદ જેટલી વખત પૈસા કાઢશે તેટલી વખત ચાર્જ ચૂકવવો પડશે. તેમજ ફાઇનાન્સિયલ ટ્રન્જેક્શન માટે રૂ.15-17 ચૂકવવું પડશે. આ ઉપરાંત તમામ કેન્દ્રોમાં નોન ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન માટે ઈન્ટરચેન્જ ચાર્જમાં રૂ.5-6નો વધારો કરાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર