Home /News /business /RBIએ વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ, શું થશે ગ્રાહકોના પૈસાનું?

RBIએ વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ, શું થશે ગ્રાહકોના પૈસાનું?

RBIએ વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ, શું થશે ગ્રાહકોના પૈસાનું

બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, તેના 99 ટકા થાપણદારો ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ તેમની સંપૂર્ણ થાપણો મેળવવા માટે પાત્ર છે. DICGCએ 14 સપ્ટેમ્બર સુધી કુલ વીમાકૃત થાપણોમાંથી રૂપિયા 152.36 કરોડ ચૂકવ્યા હતા.

વધુ જુઓ ...
મુંબઈ: વધુ એક સહકારી બેંકને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સેવા વિકાસ સહકારી બેંક લિ. પુણે (Seva Vikas Co-operative Bank)નું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. RBIએ કહ્યું છે કે, બેંક પાસે પર્યાપ્ત મૂડી નથી કે તેની પાસે કમાણીની કોઈ સંભાવના નથી, તેથી તેનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે.

બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, તેના 99 ટકા થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ તેમની સંપૂર્ણ થાપણો મેળવવા માટે પાત્ર છે. DICGCએ 14 સપ્ટેમ્બર સુધી કુલ વીમાકૃત થાપણોમાંથી રૂપિયા 152.36 કરોડ ચૂકવ્યા હતા.

સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંક બંધ:

રિઝર્વ બેંકે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંક પાસે ન તો પર્યાપ્ત મૂડી છે કે ન તો આવકની સંભાવના છે, સહકારી બેંક 10 ઓક્ટોબરના રોજ કામકાજના સમય પછી વ્યવસાય કરી શકશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું કે, બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિમાં હાલના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવામાં સક્ષમ નથી.

આ પણ વાંચો: વિશ્વની 5 સૌથી મોટી બેંક લૂંટ કે જેમાં અબજો રૂપિયાની થઈ લૂંટ, ફિલ્મી ઢબે રચ્યું હતું આખુ કાવતરુ!

રિઝર્વ બેંકે કહ્યું કે, સેવા વિકાસ કો-ઓપરેટિવ બેંકને બેંકિંગ વ્યવસાયથી રોકી દેવામાં આવી છે. અન્ય બાબતોમાં, બેંક ન તો થાપણો સ્વીકારી શકશે કે ન તો તાત્કાલિક અસરથી થાપણોની ચૂકવણી કરી શકશે.

બેંક ડૂબી જવાના કિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીની સલામતી

તમને જણાવી દઈએ કે, DICGC વીમા યોજના હેઠળ બેંકોમાં જમા રકમનો 5 લાખ રૂપિયા સુધીનો વીમો લેવામાં આવે છે. આ કારણે, બેંક નાદાર બને અથવા તેનું લાઇસન્સ રદ થાય તો ગ્રાહકોને આવી જમા રકમ ગુમાવવાનું જોખમ રહેતું નથી. DICGC ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની 5 લાખ રૂપિયા સુધીની બેંક થાપણો પર વીમા કવચ ઓફર કરે છે.
First published:

Tags: Bank News, Financial crisis, Reserve bank of india

विज्ञापन