શું આજે RBI અને સરકાર વચ્ચેના વિવાદનો આવશે ઉકેલ?

News18 Gujarati
Updated: November 19, 2018, 1:04 PM IST
શું આજે RBI અને સરકાર વચ્ચેના વિવાદનો આવશે ઉકેલ?
પ્રતિકાત્મક તસવીર

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિત્ત મંત્રાલય અને આરબીઆઇ મહત્વના મુદ્દાઓ પર એકમત થઇ શકે છે.

  • Share this:
કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) વચ્ચેના વિવાદ દરમિયાન આજે બેંકના બોર્ડની મીટિંગ થઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિત્ત મંત્રાલય અને આરબીઆઇ મહત્વના મુદ્દાઓ પર એકમત થઇ શકે છે. મુંબઇમાં આ બેઠક શરૂ થઇ ગઇ છે.

સરકાર અને રિઝર્વ બેંકની વચ્ચેનું ખેંચતાણ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જેમાં આજે બેંકના નિદેશક મંડળની બેઠક થઇ રહી છે. ન્યૂઝ એજન્સી ભાષા પ્રમાણે બેઠકમાં નાણાં મંત્રાલયના નિદેશક અને કેટલાક ઈન્ડીપેન્ડેટ ડાયરેક્ટર ગવર્નર ઉર્જિત પટેલ અને તેમની ટીમ એમએસએમઈને કર્જ આપવાના મૂદ્દાને લઈને કેન્દ્રીય બેંકની પાસે ઉપલબ્ધ કોષને લઈને પોતાનો પક્ષ રજૂ કરશે. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ પર રાજીનામાના દબાણ હોવા છતાં રાજીનામુ આપવાના બદલે બેઠકમાં કેન્દ્રીય બેન્કની નીતિઓમાં મજબુતાઈથી પોતાનો પક્ષ રાખી શકે છે.

સૂત્રો પ્રમાણે સરકાર અને રિઝર્વ બેંકોમાં પીસીએની રૂપરેખા તથા એમઅસએમઇ ક્ષેત્રને લોન આપવાના પ્રાવધાનોમાં ઢીલ અંગે અરસપરસ સહમતિથી કોઇ સમાધાન પર પણ પહોંચી શકે તેવી સંભાવના પણ છે.

હાલ 21 સરકારી બેન્કોમાંથી 11 બેન્કો પીસીએના ક્ષેત્રમાં આવે છે. જેનાથી તેના પર નવું કર્જ આપવા કડક શરતો લાગૂ થાય છે. આ બેન્કોમાં ઈલાહાબાદ બેન્ક, યૂનાઈટેડ બેન્ક ઓફ ઇન્ડીયા, કોર્પોરેશન બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, યૂકો બેન્ક, બેન્ક ઓફ ઈન્ડીયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, દેના બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
First published: November 19, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading