Home /News /business /RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની મદદ આપશે

RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની મદદ આપશે

RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની મદદ આપશે

RBIએ બિમલ જાલાન પેનલની ભલામણોની મંજૂરી આપી દીધી

  ભારતીય રિઝર્વ બેન્કે ભારત સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની સહાયતા આપવાનો નિર્ણય કર્યો છે. RBIએ બિમલ જાલાન પેનલની ભલામણોની મંજૂરી આપી દીધી છે. બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાના રિપોર્ટમાં આરબીઆઈના સરપ્લસ કેશ રિઝર્વના ટ્રાન્સફરનું સમર્થન કર્યું હતું અને સલાહ આપી હતી કે તેનો ઉપયોગ સરકારની મદદ માટે કરવો જોઈએ. RBI પોતાના રિઝર્વ કેશનો કુલ 28% સરકારની મદદ માટે આપવા રાજી થઈ ગયું છે.

  સરકારને કેટલા પૈસા મળશે
  RBI બોર્ડે ભારત સરકારને 1,76,051 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. RBIએ સરપ્લસ ટ્રાન્સફરની મંજૂરી આપી દીધી છે. સરપ્લસ રકમ 1,23,414 કરોડ રુપિયા રહેશે. કોન્ટિજેન્સી ફંડ, કરન્સી અને ગોલ્ડ રિવેલ્યૂએશન એકાઉન્ટ મળીને આરબીઆઈ પાસે 9.2 લાખ કરોડ રુપિયા રિઝર્વ છે. જે કેન્દ્રીય બેન્કના ટોટલ બેલેન્સ સીટ સાઇઝનું 25 ટકા છે.

  આ પણ વાંચો - સોનામાં રેકોર્ડ બ્રેક તેજી, 10 ગ્રામની કિંમત 40 હજાર રુપિયાને પાર

  ક્યારે મળશે પૈસા
  RBI પોતાના સરપ્લસ કેશને ચરણબદ્ધ રીતે 3 થી 5 વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે, જેના કારણે ચરણબદ્ધ રીતે સરકારી અને ખાનગી ક્ષેત્રની બેન્કોની મદદ અને બજારમાં કેશ ફ્લો વધારવામાં મદદ મળશે.

  સરકાર શું કરશે આ પૈસાનું
  કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પહેલા જ સરકારી બેન્કોમાં 70 હજાર કરોડ રુપિયાની પૂંજી નાખવાની જાહેરાત કરી ચૂક્યા છે. જેમાં બજારમાં 5 લાખ કરોડ રુપિયા આવવાની આશા છે. સરકારે બજેટમાં રિઝર્વ બેન્ક માટે 90,000 કરોડનો ડિવિડેન્ડ પ્રસ્તાવ કર્યો હતો. જે ગત વિત્ત વર્ષમાં RBI ડિવિડન્ડ તરીકે 68,000 કરોડ ચુકવ્યા હતા.

  કમિટીમાં કોણ-કોણ હતા સામેલ?
  રિઝર્વ બેન્કની આ કમિટીમાં મહત્વપૂર્ણ સદસ્યોમાં RBIના ફોર્મર ડિપ્ટી ગર્વનર રાકેશ મોહનને વાઇસ ચેરમેન બનાવ્યા હતા. સમિતિમાં વિત્ત સચિવ રાજીવ કુમાર, RBIના ડિપ્ટી ગર્વનર એનએસ વિશ્વનાથન અને RBIના સેન્ટ્રલ બોર્ડના બે સભ્ય ભારત દોશી અને સુધીર મનકડ પણ છે. રિઝર્વ બેન્કનું રિઝર્વ આદર્શ રીતે કેટલું હોવું જોઈએ. તેના વિશે બતાવવા માટે આ પહેલા ત્રણ સમિતિઓ બની ચુકી છે. 1997માં વી સુબ્રમણ્યમ, 2004માં ઉષા થોરાટ અને 2013માં વાય એચ માલેગામની આગેવાનીમાં સમિતિ બનાવવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: RBI Governor, આરબીઆઇ, મોદી સરકાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन