Home /News /business /બજારમાં ફરી રહી છે બે પ્રકારની રૂ.500ની નોટ? અસલી-નકલીને લઈને RBIએ બહાર પાડ્યું નિવેદન
બજારમાં ફરી રહી છે બે પ્રકારની રૂ.500ની નોટ? અસલી-નકલીને લઈને RBIએ બહાર પાડ્યું નિવેદન
કઈ નોટ અસલી?
કેન્દ્ર સરકારની તરફથી કરવામાં આવેલી નોટબંધી પછી ભારતીય ચલણને લઈને ઘણા પ્રકારની ખબરો સામે આવતી રહે છે. તમારી પાસે પણ જો 500 રૂપિયાની નોટ છે, તો આ ખબર તમારા માટે મહત્વની છે. 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક તકફથી જાણકારી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની તરફથી કરવામાં આવેલી નોટબંધી પછી ભારતીય ચલણને લઈને ઘણા પ્રકારની ખબરો સામે આવતી રહે છે. તમારી પાસે પણ જો 500 રૂપિયાની નોટ છે, તો આ ખબર તમારા માટે મહત્વની છે. 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક તકફથી જાણકારી આપવામાં આવી છે.
બજારમાં 2 પ્રકારની 500ની નોટ
બજારમાં 500 રૂપિયાની 2 પ્રકારની નોટ જોવા મળી રહી છે અને બંને નોટોમાં બસ થોડુ જ અંતર છે. આ બંનેમાંથી એક નોટને નકલી બતાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોાં નોટને નકલી બતાવવામાં આવી રહી છે. તો અમે તમને જણાવીશું કે અસલી નોટ કઈ છે.
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, તમને 500 રૂપિયાની એવી કોઈ પણ નોટ ન લેવી જોઈએ, જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષરની પાસે થઈને જતી હોય કે પછી ગાંધીજીની તસવીરની બહુ જ નજીક હોય. આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, એક પ્રકારની નોટ નકલી છે. આ વીડિયો વિશે પીઆઈબીએ ફેક્ટ ટેક કર્યું છે. જે પછી આ અંગે સાચી જાણકારી સામે આવી છે.
વીડિયોમાં ફેક્સ ચેક પછી ખબર પડી છે કે, આ વીડિયો સંપૂર્ણ રીતે નકલી છે. બજારમાં ચાલી રહેલી બંને પ્રકારની નોટો અસલી છે. તમારી પાસે 500 રૂપિયાની ગમે તે નોટ હોય, તો તમારે ગભરાવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે, બંને પ્રકારની નોટો માન્ય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરા
વાયરલ મેસેજની હકીકતની તપાસ કરો
જો તમારી પાસે પણ કોઈ આવો મેસેજ આવે છે, તો બિલકુલ પરેશાન ન થાઓ. આ પ્રકારના નકલી મેસેજને કોઈની સાથે શેર ન કરો. આ ઉપરાંત તમે કોઈ પણ ખબરને ફેક્ટ-ટેક કરાવી શકો છો. આ માટે તમારે ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર વિજિટ કરવાની છે. આ ઉપરાંત વ્હોટ્સએપ નંબર +918799711259 કે ઈમેઈલઃ pibfactcheck@gmail.com પર પણ વીડિયો મોકલી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર