HDFC ગ્રાહકો માટે મોટા સમાચાર! RBIએ બેંકની ડિજિટલ સેવાઓ પર લગાવી રોક

HDFC ગ્રાહકો માટે મોટા સમાચાર! RBIએ બેંકની ડિજિટલ સેવાઓ પર લગાવી રોક
RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરી HDFC બેંકની ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી

RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરી HDFC બેંકની ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક એ પ્રાઇવેટ સેક્ટરની બેંક એચડીએફસી (HDFC)ને મોટો આંચકો આપતા બેંકની તમામ ડિજિટલ સેવાઓ પર રોક લગાવી દીધી છે. RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરી ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકે HDFC કસ્ટમરને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા ઉપર પણ રોક લગાવી છે. ગત બે વર્ષમાં એચડીએફસી બેંકના ગ્રાહકોને ડિજિટલ સર્વિસમાં અનેક વાર મુશ્કેલીઓ આવી છે જેના કારણે RBIએ આ પગલું ભર્યું છે.

    HDFC બેંકે સ્ટોક એક્સચેન્જને આપી જાણકારી



    સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારી મુજબ, 2 ડિસેમ્બરે RBIએ આદેશ આપ્યો છે. આદેશમાં આરબીઆઈએ કહ્યું છે કે હાલમાં બેંકનું ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, પેમેન્ટ યૂટિલિટીઝમાં સતત અડચણી આવી રહી છે. છેલ્લા બે વર્ષથી આ ચાલી રહ્યું છે. હાલની ઘટનામાં 21 નવેમબરે બેંકની ઇન્ટરનેટ સર્વિસ અને પેમેન્ટ સિસ્ટમમાં ગડબડ જોવા મળી હતી. આ ગડબડ પ્રાઇમરી ડેટા સેન્ટરમાં પાવર ફેલ થવાના કારણે થઈ હતી. છેલ્લા બે વર્ષમાં બેંક માટે આ ત્રીજો મોટો આંચકો લાગ્યો છે.

    આ પણ વાંચો, પાકિસ્તાનથી ભારત આવ્યા હતા મહાશય ધર્મપાલ ગુલાટી, ધોરણ-5 પછી છોડી દીધી હતી સ્કૂલ

    અસ્થાયી રીતે રોકવામાં આવ્યું ડિજિટલ બિઝનેસનું લોન્ચિંગ

    RBIએ આદેશમાં બેંકને સલાહ આપી છે કે હાલ અસ્થાયી એટલે કે ટેમ્પરરી રીતે ડિજિટલ બિઝનેસથી સંબંધિત તમામ ગતિવિધિઓનું લોન્ચિંગ રોકી દો. HDFC બેંક પોતાની ડિજિટલ 2.0ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં અનેક ડિજિટલ ચેનલ લોન્ચ થશે. એવામાં આરબીઆઇનો આ આાદેશ બેંક માટે એક મોટો આંચકો છે. તેની સાથે જ અન્ય તમામ બિઝનેસ જનરેટિંગ આઇટી એપ્લિકેશનને પણ રોકવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમાં નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને સોર્સિંગ કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

    આ પણ વાંચો, Fact Check! 2 હજારની નોટ ATMથી નથી નીકળતી, RBIએ સપ્લાય બંધ કરી, જાણો હકીકત

    RBIએ તપાસના આદેશ આપ્યા

    આરબીઆઇએ આદેશમાં કહ્યું છે કે આ ઉપરાંત બેંકનું બોર્ડ આ પ્રકારના લેપ્સિસની તપાસ કરે અને તેની જવાદારી નક્કી કરવામાં આવે. આરબીઆઇએ કહ્યું છે કે ઉપરોક્ત પગલાં કે નિયમ ત્યારે હટાવવામં આવશે જ્યારે તેને બેંક તરફથી સંતુષ્ટિ મળશે. એટલે કે તમામ ચીજો યોગ્ય હશે.
    Published by:Mrunal Bhojak
    First published:December 03, 2020, 12:27 pm

    ટૉપ ન્યૂઝ