Bank Holidays: આગામી 14 દિવસ આ શહેરોમાં બેંકો રહેશે બંધ, ફટાફટ જાણી લો યાદી

આરબીઆઈની રજાની યાદી (પ્રતીકાત્મક તસવીર)

RBI Bank holiday list: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે દેશભરમાં અનેક શહેરોમાં આગામી દિવસોમાં 14 દિવસ બેંક બંધ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: દેશભરમાં નવરાત્રી (Navratri 2021) સાથે જ તહેવારોની સીઝન (Festive Season) શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અનેક એવા દિવસ છે જ્યારે બેંકનું કામકાજ બંધ રહેશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે દેશભરમાં 13 દિવસ બેંક બંધ (Bank Holidays in October 2021) રહેશે. જોકે, આ 13 રાજ્ય અલગ અલગ રાજ્યમાં હશે. જો તમારે પણ આગામી દિવસોમાં બેંક સંબંધી કોઈ કામકાજ છે તો અહીં તમારા માટે આખી યાદી (October 2021 bank holidays list) રજૂ કરી રહ્યા છીએ. જેનાથી તમે પરેશાનીથી બચી શકશો.

    આજે એટલે કે નવમી ઓક્ટોબરના રોજ બીજો શનિવાર હોવાથી બેંકોનું કામ બંધ રહેશે. જ્યારે રવિવારે જાહેર રજાને કારણે 10 ઓક્ટોબરના રોજ બેંકો બંધ રહેશે. આ રજાઓમાં બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવારની રજા સામેલ છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવતી યાદી રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે કોઈ દિવસે એક રાજ્યમાં જે તે દિવસે રજા હોય તો બીજા રાજ્યમાં એ દિવસ બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે.

    ઓક્ટોબર 2021માં બેંક રજાની યાદી:

    1) October 12 - દુર્ગા પૂજા (મહા સપ્તમી) / (અગરતલા, કોલકાતા)

    2) October 13 - દુર્ગા પૂજા (મહા અષ્ઠમી) (અગરતલા, ભુવનેશ્વર, ગેંગટોક, ગૌહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટના, રાંચી)

    3) October 14 - દુર્ગા પૂજા/દશેરા /(મહા નવમી/અયુથા પૂજા (અગરતલા, બેંગલુરુ, ચેન્નાઈ ગંગટોક, ગૌહાટી, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, શિલોંગ, શ્રીનગર, થિરુવનંતપુરમ)

    4) October 15 - દુર્ગા પૂજા/દશેરા/વિજયા દશમી ( ઇમ્ફાલ, શિમલાને બાદ કરતા બધી બેંક)

    5) October 16 - દુર્ગા પૂજા (ગંગટોક)

    6) October 17 - રવિવાર

    7) October 18 – કટી બિહુ (ગૌહાટી)

    8) October 19 - ઇદ મિલાદ (અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચી, લખનઉ, મુંબઈ, નાગપુર, ની દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, થિરુવનંતપુરમ)

    9) October 20 - મહર્ષી વાલ્મિકી જયંતી/લક્ષ્મી પૂજા/ઇદ-મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંદીગઢ, કોલકાતા, શિમલા)

    10) October 22 - શુક્રવાર Eid-i-Milad-ul-Nabi (જમ્મુ, શ્રીનગર)

    11) October 23 - ચોથો શનિવાર

    12) October 24 - રવિવાર

    13) October 26 - Accession Day (જમ્મુ, શ્રીનગર)

    14) October 31 - રવિવાર

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: