Home /News /business /

Bank Holidays in December 2021: પતાવી લેજો તમારા જરૂરી કામ, ડિસેમ્બર માસમાં 12 દિવસ બંધ રહેશે બેંક

Bank Holidays in December 2021: પતાવી લેજો તમારા જરૂરી કામ, ડિસેમ્બર માસમાં 12 દિવસ બંધ રહેશે બેંક

એસબીઆઈ (પ્રતીકાત્મક તસવીર)

Bank Holiday in December 2021: આ રજાઓ તમારા બેન્કિંગના જરૂરી કામોમાં બાધારૂપ ન બને તે માટે અમે તમને રજાની તારીખો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. 

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) વર્ષ 2021 માટેની રજાઓનું લીસ્ટ (List of Bank Holiday) જાહેર કર્યું છે. જે મુજબ દેશની તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહની રજાઓ સહિત ડિસેમ્બર મહિના (Bank Holidays in December)માં 12 દિવસ બંધ રહેશે. આરબીઆઈની યાદીમાં ડિસેમ્બર મહિના દરમિયાન ક્રિસમસ (Christmas) સહિત સાત રજાઓનો ઉલ્લેખ (RBI Bank holiday list for December 2021) કરવામાં આવ્યો છે. તેથી આ રજાઓ તમારા બેન્કિંગના જરૂરી કામોમાં બાધારૂપ ન બને તે માટે અમે તમને રજાની તારીખો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. કોઇ પણ બેંક વ્યવહાર કરતા પહેલા એક વખત આ લીસ્ટ અવશ્ય તપાસી લો, જેથી તમારે ભવિષ્યમાં કોઇ અગવડતાનો સામાનો કરવો ન પડે.

અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દિવસે રજા:

આપને જણાવી દઇએ કે, તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ રજાઓ રાજ્ય અનુસાર અલગ અલગ છે. ઉદાહરણ તરીકે, સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવાર નિમિત્તે 3 ડિસેમ્બરે ગોવામાં બેંક હોલિડે રહેશે, પરંતુ દેશના અન્ય ભાગોમાં સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેથી બેંક ગ્રાહકોને સામાન્ય રીતે બેંક રજાઓની સંપૂર્ણ સૂચિ વિશે જાણવા માટે નજીકની શાખાની મુલાકાત લેવાની સલાહ છે.

હોલિડે અન્ડર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આ મહિને ફાળવવામાં આવેલી મોટાભાગની બેંક રજાઓ શિલોંગ માટે છે, જે મેઘાલયની રાજધાની છે. ડિસેમ્બરમાં શિલોંગમાં સપ્તાહાંતની રજાઓ સિવાય ચાર જેટલી બેંક રજાઓ હોય છે. આ જ અધિનિયમ હેઠળ મહિનાની પ્રથમ રજા 3 ડિસેમ્બરે આવે છે, પરંતુ આરબીઆઈની સૂચિ અનુસાર આ રજા ફક્ત પણજીની બેંકો માટે જ લાગુ થશે.

બેંક રજાઓની યાદી

3 ડિસેમ્બર, 2021 – ફીસ્ટ ઓફ સેન્ટ ઝેવિયર (ગોવા)

18 ડિસેમ્બર, 2021 – યુ સોસો થામની પુણ્યતિથિ (શિલોંગ)

24 ડિસેમ્બર, 2021 – ક્રિસમસ ફેસ્ટિવલ (ઐઝવાલ, શિલોંગ)

25 ડિસેમ્બર, 2021 – ક્રિસમસ (ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, જયપુર, જમ્મુ-કાશ્મીર, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર, તિરુવનંતપુરમ

27 ડિસેમ્બર, 2021 – ક્રિસમસ (ઐઝવાલ)

30 ડિસેમ્બર, 2021 – યુ કિઆંગ નાંગબાહ (શિલોંગ)

31 ડિસેમ્બર, 2021 – નવું વર્ષ (ઐઝવાલ)

અલગ અલગ રાજ્ય મુજબની રજાઓ સિવાય સપ્તાહના કેટલાક દિવસોમાં બેંકો બંધ રહેશે. નોંધનીય છેકે સાપ્તાહિક રજા દેશના દરેક ભાગમાં એકસરખી છે. જેની યાદી નીચે અનુસાર છેઃ

5 ડિસેમ્બર, 2021 – રવિવાર

11 ડિસેમ્બર, 2021 – મહિનાનો બીજો શનિવાર

12 ડિસેમ્બર, 2021 – રવિવાર

19 ડિસેમ્બર, 2021 – રવિવાર

25 ડિસેમ્બર, 2021-  મહિનાનો ચોથો શનિવાર અને ક્રિસમસ

26 ડિસેમ્બર, 2021 – રવિવાર

આ પણ બેંક: Banking: સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ શું છે? બંને વચ્ચેના આ તફાવતની તમને ખબર છે?

RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની અધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Holiday, Reserve bank of india, આરબીઆઇ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन