Home /News /business /HDFC Merger : HDFC અને HDFC બેંક મર્જ થશે, જાણો ગ્રાહકો અને શેરધારકો પર શું થશે અસર
HDFC Merger : HDFC અને HDFC બેંક મર્જ થશે, જાણો ગ્રાહકો અને શેરધારકો પર શું થશે અસર
HDFC અને HDFC બેંક મર્જ થશે
આ મર્જરથી ગ્રાહકો અને શેરધારકોને પણ ફાયદો થશે. HDFCના દરેક શેરધારકને HDFCના 25 શેર માટે HDFC બેંકના 42 શેર મળશે. આ હેઠળ, એચડીએફસીના વર્તમાન શેરધારકો એચડીએફસી બેંકનો 41 ટકા હિસ્સો ધરાવશે અને એચડીએફસી બેંક સંપૂર્ણ માલિકીની એટલે કે 100 ટકા જાહેર શેરધારકોની રહેશે.
HDFC બેંકે સોમવારે કહ્યું કે તેને તેની મૂળ કંપની HDFC લિમિટેડ સાથે મર્જર પ્રસ્તાવ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મંજૂરી મળી ગઈ છે. HDFC બેંક અને HDFCના મર્જરની જાહેરાત 4 એપ્રિલે કરવામાં આવી હતી. HDFC અને HDFC બેંકનું મર્જર લગભગ 40 હજાર ડૉલરની ડીલ સાબિત થવા જઈ રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આ મર્જર નાણાકીય વર્ષ 2024 ના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધી પૂર્ણ થઈ જશે. બંને કંપનીઓની સંયુક્ત સંપત્તિ 18 લાખ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
ગ્રાહકો પર શું અસર થશે
આ મર્જરથી ગ્રાહકો અને શેરધારકોને પણ ફાયદો થશે. HDFCના દરેક શેરધારકને HDFCના 25 શેર માટે HDFC બેંકના 42 શેર મળશે. આ હેઠળ, એચડીએફસીના વર્તમાન શેરધારકો એચડીએફસી બેંકનો 41 ટકા હિસ્સો ધરાવશે અને એચડીએફસી બેંક સંપૂર્ણ માલિકીની એટલે કે 100 ટકા જાહેર શેરધારકોની રહેશે. મર્જર બાદ HDFC બેંકનું માર્કેટ કેપ 12.8 લાખ કરોડ થઈ જશે અને તેની બેલેન્સ શીટ 17.9 લાખ કરોડ થઈ જશે.
આ મર્જર સાથે HDFCની સબસિડરી કંપનીઓ પણ HDFC બેંક સાથે મર્જ થઈ જશે. આનાથી HDFC બેંકને ઘણી મજબૂતી મળશે. આ મર્જરથી ગ્રાહકો એક જ જગ્યાએથી બેંકિંગ અને હોમ લોન જેવી અન્ય સુવિધાઓ મેળવી શકશે. તમને જણાવી દઈએ કે હાલમાં HDFC બેંક દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે.
HDFC બેંકનો શેર બુધવારે 1.38 ટકાના ઉછાળા સાથે રૂ. 1371 પર બંધ થયો હતો. એચડીએફસીનો શેર 1.21 ટકા વધીને 2229 પર બંધ થયો હતો. નોંધનીય છે કે મર્જર પછી, HDFC બેંક સંપૂર્ણ રીતે શેરધારકોની માલિકીની બની જશે. હાલમાં બેંકમાં 41 ટકા હિસ્સો શેરધારકો પાસે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર