નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસની નાણાની તંગીને ઓછી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ સોમવારે મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) માટે 50,000 કરોડ રૂપિયાની સ્પેશલ લિક્વિડિટી ફેસિલિટીની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, યૂએસ બેઝ્ડ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટને ભારતમાં 6 Debt Fundsને બંધ કરી દીધા છે. રોકાણકારોના આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે RBIએ મ્યુચ્યુઅલ ફંડ્સને વિશેષ તરલતા સુવિધા આપવાની જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે તેઓ સતર્ક છે અને COVID-19ના આર્થિક પ્રભાવને ઓછો કરવા અને નાણાકીય સ્થિરતાને કાયમ રાખવા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે.
રોકાણકારોના હજારો કરોડો રૂપિયા અટક્યા
કોરોના વાયરસ મહામારીને કારણે યૂનિટ પરત લેવાનું દબાણ અને બોન્ડ બજારમાં લિક્વિડિટીના અભાવનો હવાલો આપીને સ્કીમો બંધ કરવામાં આવી છે. પોતાના નિર્ણય વિશે કંપનીનું કહેવું છે કે કોરોના સંકટના કારણે લોકોએ ઝડપથી પોતાના રૂપિયા ઉપાડ્યા છે. જેના કારણે કંપનીની પાસે રોકડની ઘટ ઊભી થઈ છે. હવે રિડંપ્શનનું દબાણ વધવાથી આ તમામ ફંડોની સિક્યુરિટીઝ વેચવામાં આવશે. રોકાણકારોને અનેક ચરણોમાં રૂપિયા પરત કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે Debt Fundsમાં રકમ ફસાવાનો ડર વધ્યો છે. નોંધનીય છે કે, Debt સ્કીમની કુલ મળીને અસેટ લગભગ 28 હજાર કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો, લૉકડાઉનમાં મોંઘી પડી Porscheની સવારી, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક-બેઠક
બંધ થઈ આ સ્કીમ
ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન લૉ ડ્યૂરેશન ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન ઇનકમ ઓપર્ચુનિટી ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન શોર્ટ ટર્મ ઇનકમ પ્લાન, ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઈન્ડિયા ટેમ્પલટન એક્યૂરિયલ ફંડને બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો, Corona: કે. એલ. રાહુલે બેટ વેચીને રૂપિયા એકત્ર કર્યા, કહ્યું- ખરાબ સપનું ડરાવે છે!