RBIની જાહેરાત, લક્ષ્મી વિલાસ બેન્કને DBS બેન્કમાં થશે વિલય, ગ્રાહકો 16 ડિસેમ્બર સુધી વધુમાં વધુ રૂ.25,000 ઉપાડી શકશે

પ્રતિકાત્મક તસવીર

આ પહેલા નાણાંમંત્રાલયે બેન્કની ખરાબ હાલતને જોઈને તેને 16 ડિસેમ્બર સુધી મોરેટોરિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Central Government) તરફથી મોરેટોરિયમમાં (Moratorium) મૂકવામાં આવેલા લક્ષ્મી વિલાસ બેન્ક (Laxmi Vilas Bank) અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ (RBI) મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બન્કે કહ્યું છે કે લક્ષ્મી વિલાસ બેન્કને ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ સાથે વિલય કરવામાં આવશે. આ પહેલા મોરેટોરિયમ લાગૂ કરતા આરબીઆઈએ કહ્યું કે બેન્કના રિવાઈવલનો કોઈ દમદાર પ્લાન ન હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટ્સના પાવર પણ સીઝ કરી દીધા છે.

    DBS bank કરશે 2500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
    રિઝર્વ બેન્કે કહ્યું કે બેન્કિંગ અને ફાઈનાન્સ સ્ટેબિલિટી માટે લક્ષ્મી વિલાસ બેન્કને પહેલા મોરેટોરિયમમાં મૂકવા અને પછી ડીબીએસ બેન્ક સાથે વિલયનો નિર્ણય લેવો પડ્યો છે. વિલય સ્કીમ (Merger Scheme)ની જાહેરાત કરતા આરબીઆઈએ કહ્યું કે ડીબીએસ બેન્ક રૂ. 2500 કરોડનું રોકાણ કરશે.

    જેથી નવા એકમના ક્રેડિટ ગ્રોથને સપોર્ટ મળી શકે. લક્ષ્મી વિલાસ બેન્ક ઉપર લાગુ કરવામાં આવેલા મોરેટોરિયમ યશ બેન્કથી અલગ છે. યશ બેન્કના રિકન્સ્ટ્રક્શન માટે મોરેટોરિયમ લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ લક્ષ્મી વિલાસ બેન્કના મામલામાં કેન્દ્રીય બેન્કે દબાણ બનાવીને ડીબીએસ બેન્ક સાથે વિલય કરવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ડોક્ટર પતિને બેડરૂમમાં બંધ કરીને નર્સ પત્નીએ 7મા માળેથી લગાવી મોતની છલાંગ, 39 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

    ક્લિક્સ ગ્રૂપની સાથે વિલયની તૈયારમાં હતી લક્ષ્મી વિલાસ બેન્ક
    આ પહેલા નાણાંમંત્રાલયે બેન્કની ખરાબ હાલતને જોઈને તેને 16 ડિસેમ્બર સુધી મોરેટોરિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. રિઝર્વ બેન્કે કહ્યું કે, ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ પાસે પર્યાપ્ત પૂંજી છે. અને વિયલ બાદ તેની વિત્તિય સ્થિતિ મજબૂત થશે. લક્ષ્મી વિલાસ બેન્ક મોરેટોરિયમ લાગુ કરવો ખૂબ જ મહત્વનો નિર્ણય છે. કારણે કેટલાક દિવસોથી ખરાબ હાલતમાં હતી. બેન્ક ક્લિક્સ ગ્રૂપ સાથે વિલયની તૈયારીમાં હતી.

    આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ જામખંભાળિયાના દાંતા ગામમાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ, Video viral

    આ પણ વાંચોઃ-ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની 'રણચંડી', પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી નાંખ્યો

    25 હજારથી વધારે ઉપાડ રૂપિયા ઉપાડવા માટે આરબીઆઈની મંજૂરી જરૂરી
    નાણાં મંત્રાલયે જણાવ્યું કે લક્ષ્મી વિલાસ બેન્કના બીઆરએક્ટની ધારા 43 અંતર્ગત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવેલી એપ્લિકેશનના આધારે મોરેટોરિયમ અંતર્ગત રાખવામાં આવે છે. મોરાટોરિયમ લાગૂ રહેવા સુધી બેન્ક જમાકર્તાને 25,000 રૂપિયાથી વધાર પેમેન્ટ નહીં કરી શકતી. આનાથી વધારે પેમેન્ટ માટે બેન્કને રિઝર્વ બેન્કની મંજૂરી લેવી પડે છે. આ સાથે જ કેન્દ્રિય બેન્કના લેખિત આદેશ ઉપર લક્ષ્મી વિલાસ બેન્ક નિર્ધારિત સીમાથી વધારે પેમેન્ટ કરી શકે છે.



    લક્ષ્મી વિલાસ બેન્કની નાણાંકિય સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. જોકે, બેન્ક ચલાવતા રાખવા માટે પૂંજીની જરૂરત છે. ચેન્નઈની આ બેન્કના શેરહોલ્ડર્સની 25 સપ્ટેમ્બરની બેઠકમાં બધા જ ડાયરેક્ટર્સની ફરીથી નિયુક્તી નકારી કાઢી હતી. જેમાં બેન્કના અત્યારના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ એસ. સુંદર પણ સામેલ હતા.
    Published by:ankit patel
    First published: